For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેલેન્જ કપમાં દીપા કરમાકરે ગોલ્ડ જીત્યો, પીએમે આપ્યા અભિનંદન

ભારતની ટોપ સ્તરની જિમ્નાસ્ટ દીપા કરમાકર ઇજાને કારણે લગભગ 2 વર્ષના લાંબા સમય પછી પાછી ફરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતની ટોપ સ્તરની જિમ્નાસ્ટ દીપા કરમાકર ઇજાને કારણે લગભગ 2 વર્ષના લાંબા સમય પછી પાછી ફરી છે. દીપા કરમાકરે તુર્કીના મસીનમાં ચાલી રહેલા એફઆઇજી જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ જીત્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે ત્રિપુરાની 24 વર્ષની જિમ્નાસ્ટ દીપા કરમાકર વર્ષ 2016 રિયો ઓલિમ્પિ માં ચોથા સ્થાને રહી હતી. દીપા કરમાકરે રવિવારે 14.150 સ્કોરથી ગોલ્ડ મેળવ્યો દીપા કરમાકર કવોલીફીકેશનમાં પણ 13.400 સ્કોર સાથે ટોપ પર રહી હતી. દીપા કરમાકરનો આ વર્લ્ડ ચેલેન્જ કપમાં પહેલો મેડલ છે.

dipa karmakar

પીએમે આપ્યા અભિનંદન

દીપા કરમાકર રિયો ઓલિમ્પિક પછી ઇન્ટીરિયલ ક્રુસીએટ લિંગામેટ (એસીએલ) ઇજા સામે ઝઝુમી રહી હતી, તેના માટે તેમને સર્જરી પણ કરાવી હતી. પેહેલા તેઓ રાષ્ટ્રીય મંડળ ખેલોમાં વાપસી કરવાની હતી પરંતુ તેઓ ગોલ્ડ કોસ્ટમાં ભાગ નહીં લઇ શકી. તેમને આવનારી એશિયાઈ ખેલ માટે પસંદ કરવામાં આવેલો 10 સદસ્યની ભારતીય જિમ્નાસ્ટિક ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. દીપા કરમાકર ઘ્વારા મેળવવામાં આવેલી સફળતા પર પીએમ મોદી ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે ભારતને દીપા પર ગર્વ છે અને તેમની સફળતા એક મિસાલ છે.

English summary
Dipa Karmakar won gold in gymnastic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X