For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડની ભારત પર 24 રનની સરસાઇ, ભુવીની છ વિકેટ

|
Google Oneindia Gujarati News

લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રનમાં સમેટાઇ છે. આ સાથે જ ઇંગ્લેન્ડે ભારત સામે 24 રનની સરસાઇ મેળવી લીધી છે. ભારત તરફથી પહેલી ઇનિંગમાં 295 રન બનાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 319 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટઃ ભુવનેશ્વર બન્યો ભારત માટે રક્ષક, જાણો રસપ્રદ આંકડાઓ
આ પણ વાંચોઃ- અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
આ પણ વાંચોઃ- ટી-20 ક્રિકેટમાં પહેલીવારઃ નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન
આ પણ વાંચોઃ- પહેલી ઇનિંગમાં ભારતના 295, રહાણેએ કરી ગાંગુલીની બરાબરી

ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક રન બેલેન્સે અને પ્લુંકેટે બનાવ્યા છે. બેલેન્સે 110 રનની તો પ્લુંકેટે 55 રનની શાનદાર ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને ભારત સામે સરસાઇ અપાવી છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ ભારત સામે સરસાઇ નહીં મેળવી શકે પરંતુ બેલેન્સ બાદ પ્લુંકેટે ધેર્યપૂર્ણ બેટિંગ કરતા ટીમને સરસાઇ તરફ આગળ વધારી હતી.

ભારતનું બોલિંગ પ્રદર્શન એકંદરે સારું રહ્યું છે, યુવા અને પ્રતિભાશાળી બોલર ભુવનેશ્વર કુમારે પહેલી ઇનિંગમાં છ વિકેટ મેળવી છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ બે અને મોહમ્મદ સામી તથા મુરલી વિજયે એક-એક વિકેટ મેળવીને ઇંગ્લેન્ડને મોટો સ્કોર કરતા અટકાવ્યું છે. આ અંગે વધું વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ

ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 319 રન બનાવ્યા છે. જેમાં એલિસ્ટર કૂક 10, રોબ્સન 17, બેલ 16, રૂટ 13, અલી 32, પ્લુંકેટ 55, પ્રાયર 23, સ્ટ્રોક 0, બ્રોડ 4 અને એન્ડરસને 19 રનની ઇનિંગ રમી છે.

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતે પ્રથમ ઇનિંગમાં 295 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં ભારત દ્વારા કરવામાં આવેલા 295 રનનો સ્કોર ભારત દ્વારા લોર્ડ્સમાં પહેલી ઇનિંગમાં ફટકારવામાં આવેલો સૌથી સર્વાધિક સ્કોર છે. ભારતની બેટિંગ પર નજર ફેરવીએ તો મુરલી વિજય 24, ધવન 7, પૂજારા 28, કોહલી 25, રહાણે 103, ધોની 1, જાડેજા 3, બિન્ની 9, ભુવનેશ્વર કુમાર 33, મોહમ્મદ સામી 19, ઇશાંત શર્મા 12 રન બનાવ્યા હતા.

છેલ્લી છ ટેસ્ટ ઇનિંગંમાં 50

છેલ્લી છ ટેસ્ટ ઇનિંગંમાં 50

પ્લુંકેટે લોર્ડ્સ ખાતે ફટકારેલી અડધી સદી પહેલા સળંગ છ ટેસ્ટ ઇનિંગમાં અડધી સદી ફટકારી છે.

સતત બે ઇનિંગમાં પાંચ વિકેટ

સતત બે ઇનિંગમાં પાંચ વિકેટ

ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટ મેળવનાર ભુવનેશ્વર કુમાર આઠમો ભારતીય બોલર છે, જ્યારે સળંગ બે ઇનિંગમાં પાંચ વિકેટ મેળવનાર તે પહેલો ભારતીય બની ગયો છે.

છેલ્લી બે ઇનિંગમાં 11 વિકેટ

છેલ્લી બે ઇનિંગમાં 11 વિકેટ

ભુવનેશ્વર કુમારે છેલ્લી બે ઇનિંગમાં 11 વિકેટ મેળવી છે, આ પહેલા તેની 12 ઇનિંગમાં નવ વિકેટ હતી. હવે તેની ટેસ્ટ ક્રિકેટમાં કુલ 20 વિકેટ થઇ ગઇ છે.

English summary
India tour of England, 2nd Investec Test: England v India at Lord's, Jul 17-21, 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X