For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ઘટી આ ઘટના

By Rakesh
|
Google Oneindia Gujarati News

Rahim
જે રીતે વનડે ક્રિકેટમાં અપસેટ સર્જવા અને ઇતિહાસ રચવાની દિશામાં બાંગ્લાદેશ આગળ વધી રહ્યું છે, તેવી જ રીતે હવે ટેસ્ટ ક્રિકેટ જગતમાં પણ બાંગ્લાદેશ પોતાની નોંધ તમામ દેશો અને ક્રિકેટ ચાહકોને કરાવી રહ્યું છે. ભારતના પાડોશી દેશે ધીરે-ધીરે ક્રિકેટ પ્રત્યે વિશ્વને પોતાની કુશળતા દર્શાવવાની શરૂઆત કરી દીધી છે, જેની બદોલત શ્રીલંકા સામે ગાલે ખાતે રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ઇતિહાસ રચતો પોતાનો અત્યારસુધીનો સર્વાધિક સ્કોર ખડો કર્યો છે. આ મેચમાં બાંગ્લાદેશ તરફથી 638 રનની ઇનિંગ રમવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ટીમના સુકાનીએ પણ ઇતિહાસ રચતી ઇનિંગ રમી બેવડી સદી ફટકારી હતી.

ગાલે ખાતે રમાયેલી ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો આ મેચમાં એક નહીં ત્રણ-ત્રણ સિદ્ધિઓ નોંધાઇ હતી. એક સિદ્ધિ આઠ સદીની છે, જેમાં શ્રીલંકા તરફથી પાંચ અને બાંગ્લાદેશ તરફથી 3 સદી ફટકારવામાં આવી છે, આ પહેલા આ સિદ્ધિ વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નોંધાઇ હતી. જેમાં બન્ને દેશોએ 4-4 સદી ફટકારી હતી. બીજી સિદ્ધિ બાંગ્લાદેશના સુકાનીએ નોંધાવી છે, બાંગ્લાદેશ ક્રિકેટના ઇતિહાસમાં અત્યારસુધી એકપણ ખેલાડીએ બેવડી સદી ફટકારી નથી, પરંતુ આ મેણું ભાંગતા સુકાની મુશફિકુર રહીમે ઐતિહાસિક ઇનિંગ રમી બેવડી સદી ફટકારી હતી. ત્રીજી સિદ્ધિ બાંગ્લાદેશે નોંધાવી છે, અત્યારસુધી બાંગ્લાદેશ ક્યારેયપણ 600 રનના આંક સુધી પહોંચી શક્યું નહોતું પરંતુ ટીમના સુકાની અને અન્ય બે સાથીઓ દ્વારા રમવામાં આવેલી શાનદાર ઇનિંગની મદદથી દેશે પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર 600ના આંકને પાર કરતા 638 રન બનાવ્યા હતા.

આ પહેલા બાંગ્લાદેશનો સર્વાધિક સ્કોર કોઇ એક ઇનિંગમાં 556 રનનો હતો, જે તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે ઢાકા ખાતે રમાયેલી 13 નવેમ્બર 2012ની મેચમાં બનાવ્યો હતો. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી સુકાની મુશફિકુર રહીમે 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તે બાંગ્લાદેશ માટે પહેલીવાર બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. સાથે તેણે બાંગ્લાદેશ માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કર્યો. રહીમ ઉપરાંત મોહમ્મદ અશરફુલે પણ 190 રનની ઇનિંગ રમી હતી. જે બાંગ્લાદેશના કોઇએક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલો બીજો સર્વાધિક ટેસ્ટ વ્યક્તિગત સ્કોર છે.

બાંગ્લાદેશના ઇનિંગ રેકોર્ડ પર એક નજર(400 કે તેથી વધુ રનની ઇનિંગ)

રન---દેશ---ગ્રાઉન્ડ--મેચની તારીખ
638---શ્રીલંકા---ગાલે---8 માર્ચ 2013
556---વેસ્ટ ઇન્ડિઝ---ઢાકા---13 નવેમ્બર 2012
488---ઝિમ્બાવ્વે---ચિત્તાગોંગ---6 જાન્યુઆરી 2005
427---ઓસ્ટ્રેલિયા---ફતુલ્લાહ---9 એપ્રિલ 2006
419---ઇંગ્લેન્ડ---ઢાકા---20 માર્ચ 2010
416---વેસ્ટ ઇન્ડિઝ---ગ્રોસ ઇસ્લેટ---28 મે 2004
413---શ્રીલંકા---ઢાકા---26 ડિસેમ્બર 2008
408---ન્યૂઝીલેન્ડ---હેમિલ્ટન---15 ફેબ્રુઆરી 2010
400---ભારત---ઢાકા---10 નવેમ્બર 2000

બેટિંગમાં સર્વાધિક રનનો રેકોર્ડ(150 રનથી વધુ)

બેટ્સમેન---રન---વિરોધી દેશ---ગ્રાઉન્ડ---મેચની તારીખ
મુશ.રહિમ---200---શ્રીલંકા---ગાલે---8 માર્ચ 2013
મો.અશરફુલ---190---શ્રીલંકા---ગાલે---8 માર્ચ 2013
મો.અશરફુલ---158*---ભારત---ચિત્તાગોંગ--- 17 ડિસેમ્બર 2004
તમિમ ઇક્બાલ---151---ભારત---ઢાકા---24 જાન્યુઆરી 2010

English summary
Mushfiqur Rahim scored 200 the first Test double ton by a Bangladeshi. this is first time happen in bangladesh cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X