ક્રિકેટનું આગામી સુપર પાવર ભારતઃ ગ્રેગ ચેપલ

તેઓ જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ હતા ત્યારે સૌરવ ગાંગુલી સાથે તેમનો વિવાદ થયો હતો અને આ વિવાદ ડ્રેસિંગ રૂમની બહાર આવી ગયો હતો. બન્ને ક્રિકેટર્સે એકબીજાની જોરદાર આલોચના કરી હતી. ચેપલના કોચિંગકાળ દરમિયાન ભારતીય ટીમ સતત વિવાદોમાં રહી હતી અને ટીમનું પ્રદર્શન પણ એવરેજ હતું, પરંતુ ગ્રેગ ચેપલ માને છે કે આજની ભારતીય ક્રિકેટ ટીમ એવરેજ જરા પણ નથી.
એજન્સીઓના અહેવાલ અનુસાર, કોલકતામાં પટૌડી લેક્ચરમાં ચેપલે કહ્યું, ' મને લાગે છે કે ભારતીય ટીમનું ભવિષ્ય ઘણું મજબૂત છે. મને એ વિચારીને ઘણો રોમાન્ચ થાય છે કે ભારતીય ક્રિકેટ વિશ્વમાં એક નેતાની ભૂમિકા નિભાવી શકે છે અને આજે જ્યાં છે ત્યાંથી તે વધારે આગળ નીકળી શકે છે.
ચેપલે કહ્યું, ' ભારતે ક્રિકેટનું આગામી સુપરપાવર હોવું જોઇએ અને તેણે લાંબા સમય સુધી વિશ્વ ક્રિકેટ પર હાવી રહેવું જોઇએ. તેના માટે બદલાવની જરૂર છે જે સારી તૈયારી સાથે અને લાંબા સમય માટે કરવમાં આવે.'
ભારતીય ટીમના ભવિષ્ય અંગે ચેપલે કહ્યું કે જો ભારતીય ખેલાડી વિશ્વની વિભિન્ન પીચો પર અને ત્યાંની સ્થિતિઓ પર સફળ રહી શકે તો તેને દુનિયાની કોઇપણ ટીમ નહી રોકી શકે.
ચેપલે કહ્યું કે ભારતીય ક્રિકેટની સામે માત્ર વિદેશી પીચો પર સફળ રહેવાનો પડકાર નથી પરંતુ ભારતમાં ટેસ્ટ ક્રિકેટને વઘારો આપવાનું પણ એક મહત્વનું લક્ષ્ય છે.
ટેસ્ટ ક્રિકેટમાં જ તમે એવા ખેલાડી તૈયાર કરી શકો છો જે દુનિયાના દરેક સ્થળે રમી શકે છે. જો ભારતીય ક્રિકેટ આ વાતને અપનાવે છે તો તેની સફળતા પર કોઇ રોક લગાવી નહીં શકે.












Click it and Unblock the Notifications
