For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે IPL 7ના ટોપ 5 ફ્લોપ બેટ્સમેન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મે : IPL 7 તેની મંઝિલના અડધા રસ્તે પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં આઇપીએલ 7ની 30 મેચો રમાઇ ગઇ છે. હવે 1 જુનના રોજ ફાઇનલ રમાશે. ત્યારે આઇપીએલ 7ની ટી20 ટુર્નામેન્ટ્સમાં અત્યાર સુધીના ટોપ 5 ફ્લોપ બેટ્સમેન કયા રહ્યા તેના પર એક નજર કરીએ...

યુવરાજ સિંહ - રોયલ ચેલેન્જર્સ - રૂપિયા 14 કરોડ

યુવરાજ સિંહ - રોયલ ચેલેન્જર્સ - રૂપિયા 14 કરોડ

ડાબોડી ઓલ રાઉન્ડર બેટ્સમેનને આ વર્ષે સૌથી ઊંચા ભાવમાં ખરીદવામાં આવ્યો છે. યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂપિયા 14 કરોડમાં ખરીદ્યો છે. જો કે અત્યાર સુધીમાં યુવરાજ આ કિંમતને ન્યાય આપી શક્યો નથી. છેલ્લી 7 મેચોમાં તેણે માત્ર 141 રન ફટકાર્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 108.46 રહ્યો છે. તેના નામે આ સીઝનમાં માત્ર એક અડધી સદી, એક ડક, 9 ચોગ્ગા અને 8 સિક્સર્સ નોંધાયેલી છે.

કોરે એન્ડરસન - મુંબઇ ઇન્ડિયન્સ - રૂપિયા 4.5 કરોડ

કોરે એન્ડરસન - મુંબઇ ઇન્ડિયન્સ - રૂપિયા 4.5 કરોડ

ન્યુઝીલેન્ડના આ ક્રિકેટરે આ જ વર્ષે વેસ્ટઇન્ડિઝ સામેની ઓડીઆઇમાં સોથી ઝડપી સદી નોંધાવી છે. તેણે 36 બોલમાં 100 રન બનાવ્યા હતા. આઇપીએલ માટેની બોલી બોલવામાં આવી તેના ગણતરીના દિવસો પહેલા જ તેણે આ વિક્રમ નોંધાવતા સૌની નજર તેના તરફ હતી. મુંબઇ ઇન્ડિયન્સ રૂપિયા 4.5 કરોડ આપી તેને પોતાની ટીમમાં લીધો છે. આઇપીએલ 7ની સાત મેચોમાં તેણે માત્ર 114 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 104.58 રહ્યો છે. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા નોંધાવ્યા છે.

યુસુફ પઠાન - કોલકત્તા નાઇટ રાઇડર્સ - 3.25 કરોડ

યુસુફ પઠાન - કોલકત્તા નાઇટ રાઇડર્સ - 3.25 કરોડ

આઇપીએલની દરેક મેચોમાં યુસુફ પઠાણ પર ઘણો વિશ્વાસ મૂકવામાં આવે છે. તેમના ચાહકો આશા રાખે છે કે યુસુફ બોલરોનો કચ્ચરઘાણ વાળશે. આ સીઝનમાં તેમણે ચાહકોને નિરાશ કર્યા છે. તેમણે 6 ઇનિંગમાં માત્ર 59 રનો નોંધાવ્યા છે. નબળા દેખાવને પગલે એક મેચમાં તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.

ગૌતમ ગંભીર - કોલકત્તા નાઇટ રાઇડર્સ - સીઝન 6નો ભાવ

ગૌતમ ગંભીર - કોલકત્તા નાઇટ રાઇડર્સ - સીઝન 6નો ભાવ

કેકેઆરના કેપ્ટન ગૌતમ ગંભીર આઇપીએલ 7માં નિષ્ફળ રહ્યા છે. પ્રથમ ત્રણ ઇનિંગમાં તેમણે એક પણ રન નોંધાવ્યો નથી. ધીરે ધીરે તેમણે પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે. આઠ ઇનિંગમાં તેમણે 175 રન નોંધાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 110.75 રહ્યો છે. તેમએ 3 ડક ભેગા કર્યા છે.

માઇકલ હસી - મુંબઇ ઇન્ડિયન્સ - રૂપિયા 5 કરોડ

માઇકલ હસી - મુંબઇ ઇન્ડિયન્સ - રૂપિયા 5 કરોડ

ઓસ્ટ્રેલિયાના ડાબોડી બેટ્સમેન માઇકલ હસીએ ગયા વર્ષે ચેન્નાઇ સુપર કિંગની ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જો કે આ વર્ષે તેમણે ફ્લોપ શો બતાવ્યો છે. આ વર્ષે ચાર ઇનિંગમાં તેઓ નિષ્ફળ રહ્યા બાદ પાંચમી ઇનિંગ બાદ તેમને પડતા મુકાયા છે. તેમણે ચાર ઇનિંગમાં માત્ર 30 રન બનાવ્યા છે.

English summary
With 30 more games scheduled and final to take place on June 1, we will take a look at the biggest flops (batsmen) in this T20 tournament so far.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X