For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સચિન તેન્ડુલકર સાથેના સંબંધો પર નથી મુકાયું પૂર્ણવિરામ'

|
Google Oneindia Gujarati News

sachin-tendulkar
નવી દિલ્હી, 18 જુલાઇઃ ભારતીય વાયુસેનાએ એ સમાચારનું ખંડન કર્યું છે કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંન્ડુલકર સાથે વાયુસેનાના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેન્ડુલકર વાયુસેના પરિવાર સાથે બની રહેશે. તેમણે એમ પણ માન્યુ કે તેન્ડુલકર પાસે સમયનો અભાવ હોવાના કારણે વાયુસેનાના કાર્યક્રમમાં ભાગ લઇ શકતા નથી.

વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું છે કે, તેન્ડુલકર હજુ પણ ભારતીય વાયુસેનાના માનદ ગ્રુપ કેપ્ટન છે. તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકાય નહીં, પરંતુ તે વાયુસેનાનો હિસ્સો છે. નોંધનીય છે કે, આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે દિગ્ગજ બેટ્સમેનને બ્રાન્ડ એમ્બેસડર તરીકેથી હટાવવામાં આવ્યા છે, પરંતુ તેન્ડુલકર સાથે ગ્રુપ કેપ્ટનનું પદ જોડાયેલું રહેશે.

વાયુસેનાએ સચિનને 2011માં ગ્રુપ કેપ્ટનની માનદ પદવી આપી હતી અને ત્યારબાદ યુવાઓને પાઇલોટ બનવા અને વાયુસેનામાં આકર્ષિત કરવા માટે તેમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

હવે વાયુસેનાએ પોતાના તમામ પ્રચાર અભિયાનમાં તેન્ડુલકરને હટાવીને તેમના સ્થાને બેસિક ટ્રેનર વિમાન પિલાટ્સને મુકી દીધું છે, એટલું જ નહીં વાયુસેનાની પ્રચાર શાખા દિશામાં પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વાયુ સૈનિકની વરદી પહેરેલા સચિનના પોસ્ટર હટાવી લેવામાં આવ્યા છે અને તેના સ્થાને બ્લ્યુ રંગના નવા વિમાનનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.

English summary
The Indian Air Force (IAF) on Tuesday denied media reports that said the force has dropped cricket star Sachin Tendulkar as its brand ambassador.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X