જૂનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતનો શાનદાર વિજય, બેલ્જિયમને 2-1 થી હરાવ્યુ

Subscribe to Oneindia News

15 વર્ષ બાદ ભારત જૂનિયર વર્લ્ડ કપ વિજેતા બની ગયુ છે. બેલ્જિયમને 2-1 થી હરાવીને ભારત વિજેતા બની ગયુ. રવિવારે થયેલી ફાઇનલ મેચમાં ઇંડિયાએ બેલ્જિયમને હરાવીને ટ્રોફી મેળવી લીધી હતી. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ. ભારત તરફથી પહેલો ગોલ ગુરજંત સિંહે કર્યો. જ્યારે બીજો ગોલ સિમરનજીત સિંહે 14 મી મિનિટમાં કર્યો.

hockey

ભારતે શરુઆતથી શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની પહેલી મેચમાં 4-0 થી, બીજી મેચમાં ઇંગ્લેંડને 5-3 થી હરાવ્યુ હતુ. સાઉથ આફ્રિકા સાથે થયેલ ત્રીજી મેચમાં ભારતે 2-1 થી રોમાંચક જીત મેળવી હતી. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે સ્પેનને 2-1 થી હરાવ્યુ હતુ. સેમીફાઇનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને 4-2 થી હરાવ્યુ હતુ.

English summary
India defeats Belgium 2-1 to win Junior Hockey World Cup.
Please Wait while comments are loading...