For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2036 ઓલિમ્પિક માટે ભારત IOC સાથે વાતચીત કરી રહ્યું છે-નરિન્દર બત્રા

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું કે 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે ભારત દ્વારા સંભવિત બોલી માટે તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે વાતચીત કરી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું કે 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે ભારત દ્વારા સંભવિત બોલી માટે તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સાથે વાતચીત કરી રહ્યા છે. બત્રાએ એ વાતની પણ પુષ્ટિ કરી કે તેઓ મોટેરામાં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉદઘાટન સમારોહના સ્થળ તરીકે પ્રસ્તાવિત કરશે.

Narinder Batra

સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ ટ્રાન્સસ્ટેડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા બત્રાએ જણાવ્યું કે, અત્યારે જો કોઈ મને ઉદઘાટન સમારંભના સ્થળ વિશે પૂછે તો તે ચોક્કસપણે મોટેરા સ્ટેડિયમ હશે. IOA ચીફે કહ્યું, હા, આપણી પાસે ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના આયોજન માટે મોટેરાથી સારું સ્ટેડિયમ નથી. 2036 સુધીમાં શું થશે તે હું કહી શકતો નથી. પરંતુ હું ઉદઘાટન સમારોહ માટે અમદાવાદને પ્રસ્તાવિત કરીશ.

બત્રાએ આગળ કહ્યું કે, જ્યારે તમે ગ્રાઉન્ડ પર ઓપનિંગ સેરેમની કરો છો તો તેનો અર્થ એ છે કે એથલેટિક્સ પણ ત્યાં રમાશે અને એથ્લેટિક્સ ઓલિમ્પિકમાં સૌથી મોટી સ્પર્ધા છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક રમતોનું આયોજન ત્રણ કે ચાર શહેરોમાં થઈ શકે છે અને IOA 2036 માટે ભારતની સંભવિત બિડ અંગે IOC સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, જો આપણે 2036 ઓલિમ્પિક્સની વાત કરીએ તો હા, અમે તેના માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે વાતચીત કરી રહ્યા છીએ. IOA ના પ્રમુખ તરીકે મેં આ વિષય પર IOC સાથે ચર્ચા કરી છે. 2036 ઓલિમ્પિક્સને લઈને અમે બે-ત્રણ વર્ષમાં ઇવેન્ટના આયોજન કરવા માટે અંતિમ નિર્ણય લઈશું. હાલ અમે આઇઓસી સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં IOA ની ચૂંટણીઓ બાદ નવા અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ ભારતની બિડ માટે યોગ્ય પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે. ભારત 2036 ગેમ્સ માટે છ કે સાત સંભવિત દાવેદારોમાંથી એક છે. બત્રાએ કહ્યું કે, ભારત વિશ્વના રડાર પર આવી ગયું છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. 2036 સુધીમાં તે બીજી કે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે.

English summary
India is in talks with IOC for 2036 Olympics-Narinder Batra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X