For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે નવી પ્રતિભાની તલાશ કરવી જોઇએઃ સચિન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 ડિસેમ્બરઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ચારેતરફથી થયેલી ટીકાઓ બાદ આખરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસના બે દિવસ પહેલાં સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. સચિન, ડિસેમ્બરમાં પાકિસ્તાન અને આગામી મહિને ઇંગ્લેન્ડ સામે થનારી વનડે શ્રેણીમાં ટીમમાં નહીં હોય. ઘણા સમયથી અનેક પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટા જાણકાર સચિનને નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યાં હતા, જો કે, સચિન હજુ ટેસ્ટ ક્રિકેટ રમતો રહેશે.

sachin-tendulkar
નિવૃત્તિ લેવાનો નિર્ણય કરતા સચિન તેંડુલકરે પોતાના ચાહકો આભાર કહ્યો હતો કે વર્લ્ડ કપ જીતીને તેમનું અધૂરુ સ્વપ્ન પૂર્ણ થઇ ગયું છે. બીસીસીઆઇ તરફથી જારી કરાયેલી પ્રેસ રીલિઝમાં સચિને કહ્યું કે, ભારતીય ટીમ સાથે વિશ્વકપ જીતવાનું મને સૌભાગ્ય મળ્યું છે. 2015માં થનારા વિશ્વકપની તૈયારી જલદી અને ઇમાનદારીથી થવી જોઇએ. વિશ્વકપ કપને ડિફેન્ડ કરવા માટે ભારતે નવી પ્રતિભાની તલાશ કરવી જોઇએ. હું આખી ટીમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

નોંધનીય છે કે, ક્રિકેટના ભગવાન તરીકે વિશ્વ પ્રસિદ્ધ સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ અહેવાલ બીસીસીઆઇ દ્વારા આપવામાં આવ્યો છે. બીસીસીઆઇએ ટ્વિટરના માધ્યમથી આ જાહેરાત કરી છે. સચિને પોતાની અંતિમ વનડે પાકિસ્તાન વિરુદ્ધ ઢાકામાં 18 માર્ચ 2012ના રોજ રમી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો અને તેણે અડધી સદી ફટકારી હતી.

બીસીસીઆઇએ ટ્વિટરમાં જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. સચિને આ વાત માત્ર બોર્ડ અધ્યક્ષને જણાવ્યું હતું. સચિને બોર્ડને કહ્યું છે કે, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું છે કે 2015ના વિશ્વકપની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઇએ. નોંધનીય છે કે પહેલા એવા સમાચાર હતા કે સચિન પાકિસ્તાન સામે પોતાની છેલ્લી વનડે રમશે પરંતુ તેણે એ પહેલા જ કિક્રેટને અલવિદા કહીં દીધું છે.

English summary
after anouncement his retirement sachin tendulkar said that india should start to search new talent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X