For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી વનડેઃ ભારતે દસ રને આપી પાકિસ્તાનને માત

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 6 જાન્યુઆરીઃટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે પોતાની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ઇજ્જત બચાવવા દિલ્હીના ફિરાઝ શાહ કોટડા મેદાનમાં ઉતર્યું હતું. ભારતે દિલ્હીના મેદાનમાં પાકિસ્તાનને માત આપી હતી પરંતુ તેણે ત્રણ મેચવાળી આ શ્રેણી પર વિજય મેળવવામાં અસફળ રહ્યું હતું. આ રીતે પાકિસ્તાને ભારતને ઘરઆંગણે ટ્વેન્ટી20 શ્રેણીમાં અને વનડે શ્રેણીમાં હરાવી દીધું હતું. ભારતે છેલ્લી વનડે મેચમાં પાકિસ્તાનને દસ રને હરાવ્યું હતું. પાકિસ્તાન 48.4 ઓવરમાં જ 157 રન પર સમેટાઇ ગયું હતું. ભારતની પાકિસ્તાન સામેની આ વનડે શ્રેણીમાં પ્રથમ વિજય હતી.

ભારત તરફથી ઇશાંત શર્માએ શાનદાર 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે અને આર અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી. તેમજ સામી અહેમદ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

અપડેટ 4.50 pm

ભારતના 167 રન, પાકિસ્તાનની બે વિકેટ પડી

ભારતે પ્રથમ બેટિગ કરતાં પાકિસ્તાન સામે 167 રન જ કરતા પાકિસ્તાન સામે 168 રનનો સામાન્ય લક્ષ્ય આવ્યો છે. જેનો પીછો કરતા પાકિસ્તાને 15 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી સર્વાધિક રન ધોનીએ 36 અને રૈનાએ 31 કર્યા છે. પાકિસ્તાન તરફથી સઇદ અઝમલે પાંચ, ઇરફાને બે, જૂનૈદ, ઉમરગુલ અને હાફીઝે એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તનની ઇનિંગની વાત કરીએ તો પાકિસ્તાનની પ્રથમ વિકેટ કામરાન અકમલના રૂપમાં પડી હતી. તે શુન્ય રન પર આઉટ થયો હતો. જ્યારે બીજી વિકેટ યુનિસ ખાનના રૂપમાં પડી હતી. તે છ રન પર ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો.

અપડેટ 2.10 pm

ભારતની છ વિકેટ પડી

સુરેશ રૈના 31 રન અને આર અશ્વિન શૂન્ય રન પર આઉટ થતાની સાથે જ ભારતના છ ખેલાડી પેવેલિયન ભેગા થઇ ગયા છે. સઇદ અજમલે એક પછી એક બે બોલમાં ભારતના બે ખેલાડી પેવેલિયન ભેગા કરી દીધા છે. આ સાથે 29 ઓવરના અંતે ભારતનો સ્કોર છ વિકેટે 111 રન છે.

અપડેટ 1.54 pm

25 ઓવરના અંતે ભારત 95 રન

ચાર ઝટકા બાદ ભારતીય બાજીને સ્થિરતા આપવા માટે ધોની અને રૈના મથી રહ્યાં છે. ધોની 9 અને રૈના 29 રન સાથે રમતમાં છે. ભારતે 25 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 95 રન બનાવી લીધા છે.

અપડેટ 1.23 pm

યુવરાજ આઉટ

ભારતને 63 રનના સ્કોરે ચોથો ઝટકો યુવરાજના રૂપમાં પડ્યો છે. યુવરાજ સિંહે 23 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા છે.

અપડેટ 12.51 pm

કહોલી-ગંભીર અને રહાણે આઉટ

દિલ્હી ખાતે પણ ભારતના પ્રદર્શનમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. સેહવાગના સ્થાને તક મેળવનાર રહાણે માત્ર 4 રન પર આઉટ થયો હતો. જ્યારે ગંભીર ફરી નિષ્ફળ નીવડ્યો છે. તે માત્ર 15 રન પર આઉટ થયો છે. ગંભીર અને રહાણેની વિકેટ ઇરફાને લીધી છે. જ્યારે વિરાટ કોહલીની વિકેટ જુનૈદ ખાને લીધી છે. કોહલી પણ માત્ર સાત રન જ બનાવી શક્યો હતો. હાલ યુવરાજ સિંહ અને સુરેશ રૈના રમતમાં છે.

gamdhir
નોંધનીય છે કે, ત્રણ વનડેની શ્રેણીમાં પ્રથમ બન્ને વનડેમાં ભારતનું પ્રદર્શન શરમજનક રહ્યું છે અને બન્ને વખત ભારતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બન્ને મેચોમાં બેટ્સમેનો દ્વારા અત્યંત ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે વિરોધી ટીમ વિજય મેળવવામાં સફળ નીવડી હતી.

English summary
India v Pakistan at Delhi, India won the toss and elected to bat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X