For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ બૉક્સિંગમાં ભારતનો દબદબો, અંતિમ આઠમાં પાંચ ભારતીયો

|
Google Oneindia Gujarati News

અલમાટી, 23 ઓક્ટોબર: એઆઇબીએ બૉક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મંગળવારે ભારતીય બૉક્સરોએ ઇતિહાસ રચિ દીધો છે. ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલીવાર પાંચ ભારતીય મુક્કેબાજોએ ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગયા વર્ષે મુક્કેબાજી વિશ્વ ચેમ્પિયનશિપમાં ચાર ભારતીય મુક્કેબાજોએ ક્વાર્ટરફાઇનલ સુધીનો સફર કર્યો હતો.

ચેમ્પિયનશિપમાં મંગળવારે સુમીત સાંગવાન (81 કિગ્રા.), વિકાસ મલિક (60 કિગ્રા.) અને સતીશ કુમાર (પ્લસ 91 કિગ્રા.)એ પોત-પોતાના મુકાબલા જીતીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે મનોજ કુમાર (64 કિગ્રા.) અને શિવ થાપા(56 કિગ્રા.) પહેલા જ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા હતા. પાંચેય ભારતીય મુક્કેબાજોને ટૂર્નામેન્ટમાં કાંસ્ય પદકથી માત્ર એક ડગ દૂર છે.

ચેમ્પિયનશિપમાં મંગળવારે વિકાસ મલિક ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર પહેલા ભારતીય બન્યા. તેમણે પાંચમાં ક્રમના અને યૂરોપીયાઇ ચેમ્પિયનશિપના રજત પદક વિજેતા હંગરીના મિકલોસ વર્ગાને માત આપી દીધી. વિકાસે વર્ગાને 9 મિનિટમાં હરાવ્યા. વિકાસનો હવે મુકાબલો ચોથા ક્રમના બ્રાઝિલના રૉબ્સન કૉન્સીકાઓ સાથે થશે.

wbc
સાંગવાને ભારતને દિવસની બીજી સફળતા દેખાડી. તેમણે આઠમાં આઠમા ક્રમની બેલારુસની સિયારહેઇ નોવિકાઉને એકરફી મુકાબલામાં માત આપી દીધી. સંગવાનને હવે ક્વાર્ટરફાઇનલમાં શ્રેષ્ઠ ક્રમની કઝાકિસ્તાનના આદિલબેક નિયાજિંબેતોવના પડકારનો સામનો કરવો પડશે.

દિવસની ત્રીજી સફળતા હૈવીવેટ વર્ગના મુક્કેબાજ સતીશ કુમારે બતાવી. કુમારે બેલારુસના મુક્કેબાજ યાન સૂઝિલોઉસ્કીને એક શાનદાર મુકાબલામાં માત આપી. હવે પછીના રાઉન્ડમાં કુમારનો મુકાબલો સ્થાનીય મુક્કેબાજ ઇવાન ડાઇચ્કો સાથે થશે.

English summary
India made history in the World Boxing Championship in Almaty (Kazakhstan) on Tuesday with five boxers reaching the quarterfinals for the first time. Another win will ensure them a bronze medal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X