રિયો ઓલિમ્પિક્સ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત
રિયોમાં થનાર ઓલિમ્પિક્સ રમતો માટે ભારતીય હોકી ટીમે પોતાની ટીમનું જાહેરાત કરી દીધી છે. પુરુષ ટીમમાં કપ્તાન તરીકે ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ટીમમાં કપ્તાન સુશીલા ચાનૂ પર પસંદગી ઉતારવામાં આવી છે. નોંધનીય છે કે કપ્તાન રિતુ રાનીને ટીમમાં સામેલ નથી કરવામાં આવી.
મહિલા ટીમનું લિસ્ટ
ગોલકીપર- સવિતા
ફોરવર્ડ- અનુરાધા દેવી થોચમ, પૂનમ રાની, વંદના કટારિયા, પ્રીતિ દુબે, રાની રામપાલ.
મિડફિલ્ડર- નવજોત કૌર, મોનિકા, રેણુકા મિંઝ, નિક્કી પ્રધાન.
ડિફેન્ડર- સુશીના ચાનૂ (કપ્તાન), દીપ ગ્રેસ એક્કા, દીપીકા (ઉપ-કપ્તાન), નમિતા ટોપ્પો, સુનિતા લકારા
સ્ટેન્ડ બાય- રજની અતિમરપુ, એચ લાલરોત ફેલી.
પુરુષ હોકી ટીમ
ગોલકીપર- પીઆર શ્રીજેશ (કેપ્ટન)
ફોરવર્ડ- હરમનપ્રીત સિંહ, એસવી સુનીલ (ઉપકપ્તાન), આકાશદીપ સિંહ, રમનદીપ સિંહ, નિક્કિન થિમઇયાહ
મિડફિલ્ડર- સરદાર સિંહ, મનપ્રીત સિંહ, એસકે ઉથપ્પા, દેવિંદર વાલમીકિ, ચિંગલેનસાના સિંહ, દાનિશ મુજતબા
ડિફેન્ડર- રૂપિન્દર પાલ સિંહ, કોથાજિત સિંહ, સુરેન્દ્ર કુમાર, વીઆર રધુનાથ
સ્ટેન્ડ બાય- પ્રદીપ મોર, વિકાસ દાહિયા