For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ-6: રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય, જૂઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

જયપુર, 9 એપ્રિલઃ રાજસ્થાન રોયલ્સ ટીમે પોતાના ઓલાઉન્ડર દેખાવની મદદથી સોમવારે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની આઠમી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને 19 રનથી હરાવ્યું છે. રાજસ્થાનની આ સતત બીજી જીત છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સને તેના જ ઘરે હરાવીને જીતની શાનદાર શરૂઆત કરી હતી.

રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 145 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી નાઇટ રાઇડર્સ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 125 રન જ બનાવી શકી. નાઇટ રાઇડર્સ તરફથી ઇયોન મોર્ગનને સર્વાધિક 51 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી સિદ્ધાર્થ ત્રિવેદી અને કેવન કૂપરે ત્રણ-ત્રણ વિકેટ લીધી જ્યારે રાહુલ શુક્લાએ બે વિકેટ મેળવી હતી. કૂપરે 19મી ઓવરના પહેલાં બોલ પર મોર્ગનને બોલ્ડ કરીને પોતાની ટીમના જીતના માર્ગને આસાન બનાવી દીધો હતો. મેચની બાજી પલાટવી નાંખે તેવી ઇનિંગ મોર્ગન દ્વારા રમવામાં આવી હતી. તેણે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટાકર્યા હતા.

રાજસ્થાન સામેની મેચમાં નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી નહોતી. ગત શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓપનિંગ બેટ્સમેન માનવિંદર બિસલા એક રનના વ્યક્તિગત સ્કોર પર રાહુલની ઓવરમાં બોલ્ડ થઇ ગયો હતો, ત્યારે રાઇડર્સનો સ્કોર 19 રન હતો. ત્યાર બાદ આ જ ઓવરમાં જેક કાલિસ શૂન્ય રન પર આઉટ થતાં રાઇડર્સને મોટો ફટકો પહોંચ્યો હતો. સુકાની ગંભીરે 22 રનની પોતાની ઇનિંગથી પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી.

બિસલા અને કાલિસની વિકેટ પડ્યા બાદ આશા હતી કે ગંભીર અને મનોજ તિવારી(14) સ્કોરને આગળ વધારશે, પરંતુ ટીમનો સ્કોર 40 રન પર પહોંચ્યો ત્યારે ત્રિવેદીએ તિવારીને એલબી આઉટ કર્યો હો. તિવારીએ ગંભીર સાથે મળીને 20રની ભાગીદારી નોંધાવી હતી. તેણે 13 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો.. તિવારી બાદ ગંભીર પણ ત્રિવેદીનો શિકાર બન્યો હતો. ગંભીરે 22 બોલનો સામનો કરીને એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. ગંભીરની વિકેટ પડ્યા બાદ યુસુફ પઠાણ શૂન્ય, લક્ષ્મી રતન શુક્લા 2, ભાટિયા 12, બ્રેટ લી 5, શામી અહેમદ 5 રન બનાવ્યા હતા.

આ પહેલા રાજસ્થાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જેમાં બ્રેડ હોજે સૌથી વધારે 46 રન બનાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 36 રનનુ યોગદાન આપ્યું હતું. જ્યારે રાહુલ દ્રવિડ 17, એસટીઆર બિન્ની 14, કૂપર શૂન્ય, ડીએચ યાજ્ઞિક 16 રન બનાવ્યા હતા. રાઇડર્સ તરફથી એસ નારિને 2 જ્યારે ભાટિયા, શુક્લા અને લીએ એક-એક વિકેટ લીધી હતી.

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

રોયલ્સ સામે રાઇડર્સનો પરાજય

English summary
The trend of low scores continued in IPL 2013 and in the latest contest, Rajasthan Royals upset defending champions Kolkata Knight Riders by 19 runs at the Sawai Mansingh Stadium jaipur on Monday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X