For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISL 2020-21: નૉર્થઈસ્ટ યૂનાઈટેડની વિજયી શરૂઆત, મુંબઈ સિટી એફસીને 1-0એ હરાવી

ISL 2020-21: નૉર્થઈસ્ટ યૂનાઈટેડની વિજયી શરૂઆત, મુંબઈ સિટી એફસીને 1-0એ હરાવી

|
Google Oneindia Gujarati News

નવ દિલ્હીઃ ઈન્ડિયન સુપર લીગની 7મી સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને તેનો બીજો મુકાબલો નૉર્થઈસ્ટ યૂનાઈટેડ એફસી અને મુંબઈ સિટી એફસી વચ્ચે વાસ્કો ડિગામાના તિલક મેદાનમાં રમાયો હતો. આ મેચમાં નૉર્થઈસ્ટ યૂનાઈટેડની ટીમે ઘાનાના ફોરવર્ડ ક્વેસી અપિયાની પેનલ્ટીમાં ગોલની મદદથી મુંબઈ પર જીત હાંસ કરી અને 1-0 સાથે પોતાના કેમ્પેનની શરૂઆત કરી. પહેલા હાફના ખેલમાં રેફરીએ મુંબઈની ટીમ માટે રમી રહેલ અહમદ જાહોને રેડ કાર્ડ પ્યું, આ દરમ્યાન મુંબઈની ટીમે 306 પાસ કર્યા પરંતુ એક પણ શૉટને ગોલમાં ના બદલી શક્યા. જ્યારે મેચનો બીજો હાફ નૉર્થઈસ્ટ યૂનાઈટેડની ટીમના નામે રહ્યો જેણે પેનલ્ટીના રૂપમાં મળેલા મોકાને ગોલમાં તબ્દીલ કર્યો અને જીત હાંસલ કરી.

isl

ઉલ્લેખનીય છે કે શનિવારે રમાયેલ આ મેચમાં કુલ 7 ખેલાડીઓએ પોતાનું ડેબ્યૂ કર્યું હતું જેમાંથી 5 નૉર્થઈસ્ટ યૂનાઈટેડ માટે જ્યારે 2 મુંબઈની ટીમ માટે રમવા ઉતર્યા હતા. મેચ શરૂ થયાની માત્ર એક મિનિટમાં જ મુંબઈ અને નૉર્થઈસ્ટની ટીમે 1-1 ગોલનો અવસર ગુમાવી દીધો. મુંબઈ માટે બોઉમસે 8મી મિનિટમાં જ્યારે લુઈસ મિગુએલ વિયરાએ 11મી મિનિટમાં લીધેલ ગોલ કરવાના મોકાને ગુમાવી દીધો.

19મી મિનિટ સુધી મુંબઈની ટીમ પાસે 72 ટકા સમય સુધી બોલ હતો પરંતુ બાદમાં નૉર્થઈસ્ટની ટીમે તેમને બેકફૂટ પર ધકેલી દીધા. મેચની 37મી મિનિટમાં મુંબઈની ટીમ માટે મુશ્કેલી વધી ગઈ જ્યારે સાર્થકને પહેલાં યેલો કાર્ડ મળ્યું જ્યારે 43 મિનિટમાં મિડફીલ્ડર અહમદ જાહોને રેડ કાર્ડ મળ્યું. જેને કારણે મુંબઈની ટીમે માત્ર 10 ખેલાડીઓ સાથે ગેમ આગળ વધારવી પડી.

જ્યારે નોર્થઈસ્ટની ટીમે બીજા હાફમાં મુંબઈની ટીમમાં એક ખેલાડી ઓછો હોવાનો ફાયદો ઉઠાવ્યો અને આક્રમક ગેમ શરૂ કરી દીધી.

મેચની 47મી મિનિટમાં નોર્થઈસ્ટ યૂનાઈટેડના ડિફેંડર ડાયલન ફૉક્સે હેડર દ્વારા એક શૉટ માર્યો જે મુંબઈના મિડફીલ્ડર રૉવલિન બોર્જેસના હાથને ટચ થઈ ગયો અને તેમને પેનલ્ટી મળી ગઈ. નોર્થઈસ્ટ માટે કે.સી. અપિયાહે આ પેનલ્ટીને ગોલમાં તબ્દીલ કરી ટીમને બઢત અપાવવાનું કામ કર્યું.

ISL 2020: નીતા અંબાણીએ દેશમાં આઈએસએલની વાપસીનું સ્વાગત કર્યુંISL 2020: નીતા અંબાણીએ દેશમાં આઈએસએલની વાપસીનું સ્વાગત કર્યું

66મી મિનિટમાં મુંબઈ પાસે બરાબરી કરવાનો મોકો હતો પરંતુ બોલ ગોલ પોસ્ટથી અમુક ઈંચ ઉપરથી નિકળી ગઈ અને મુંબઈની ટીમે મોકો ગુમાવી દીધો. 81મી મિનિટમાં મુંબઈ સિટીને કોર્નર મળ્યો, જેને આઈસલેન્ડર્સના બોઉમસ ગોલમાં તબ્દીલ કરવામાં નાકામ રહ્યા.

English summary
ISL 2020-21: Northeast United makes a winning start
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X