For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાઇ સિરિઝઃ 'ચેમ્પિયન'ના વિજય રથને લાગી બ્રેક

|
Google Oneindia Gujarati News

કિંગ્સ્ટન(જમૈકા), 1 જૂલાઇઃ 'ચેમ્પિયન' ભારતના વિજય રથ પર બ્રેક લાગી છે. ટ્રાઇ સીરીઝની રવિવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને એક વિકેટથી હરાવી દીધું છે. ભારતે આપેલા 230 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાન પર ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 47.4 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી. અંતિમ પળોમાં વેસ્ટ ઇન્ડિઝની વિકેટ સતત પડતાં એક સમયે મેચ રોમાંચક તબક્કામાં જતી રહી હતી. ઇન્ડિઝ તરફથી જ્હોનસે ચાર્લસે શાનદાર 97 રનની ઇનિંગ રમીને મેચ પલટાવી નાંખી હતી.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી બ્રાવોએ 55, ક્રિસ ગેલે 11, ડ્વેન સ્મિથે 0, સુનિલ નારાયણે 5, રામદીને 4, પોલાર્ડે 4 અને સેમ્યુઅલ્સે 1 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી. ઇશાંત શર્મા અને આર અશ્વિને બે-બે જ્યારે રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ મેળવી હતી.

આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટના નુક્સાને 229 રન બનાવ્યા,જ્યારે શરૂઆતમાં શિખર ધવન અને વિરાટ કોહલી આઉટ થઇ જતાં ટીમ ઇન્ડિયા દબાણમાં આવી ગઇ હતી, પરંતુ રોહિત શર્માએ 60 રનની અને સુરેશ રૈનાએ 44 રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં મુક્યો હતો.

ટીમ ઇન્ડિયા દબાણમાં

ટીમ ઇન્ડિયા દબાણમાં

શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ પડ્યા બાદ ટીમ ઇન્ડિયા દબાણમાં આવી ગઇ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 17 રન બનાવ્યા. જાડેજાના રૂપમા ભારતની સાતમી વિકેટ પડી હતી. વેસ્ટ ઇન્ડિઝના ટીનો બેસ્ટે આ મેચમાં સારી બોલિંગ કરતા જાડેજાને બોલ્ડ આઉટ કર્યો. જાડેજા પહેલાં બેસ્ટએ ટીમ ઇન્ડિયાના સુકાની એમએસ ધોનીને પોતાના નિશાન બનાવ્યા અને તેમને 27 રન પર જ પેવેલિયનમાં મોકલી દીધા હતા.

લાંબી ઇનિંગ રમવામા બેટ્સમેનો નિષ્ફળ

લાંબી ઇનિંગ રમવામા બેટ્સમેનો નિષ્ફળ

ભારતની પાંચમી વિકેટ સુરેશ રૈના(44)ના રૂપમાં પડી, કેમર રોચની બોલિંગમનાં રામદીને રૈનાનો કેચ ઝડપ્યો હતો. જો કે શિખર ધવન અને કોહલીની વિકેટ ઝડપથી પડી જવાના કારણે ભારત દબાણમાં આવી ગયું હતું. બીજી તરફ રોહિત શર્માએ સંભાળપુર્વકની ઇનિંગ રમી. તેણે 60 રનનું યોગદાન આપ્યું. સેમીની ઓવરમાં ચાર્લ્સે તેનો કેચ ઝડપ્યો હતો. આ પહેલા દિનેશ કાર્તિક 23 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. કાર્તિક સેમ્યુઅલ્સની ઓવરમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. આ મેચમાં કોહલી અને શિખર ધવન માત્ર 11-11 રન બનાવી શક્યા હતા. કોહલીની વિકેટ ડેરેન સામી અને કેમર રોચે ધવનની વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોચ, બેસ્ટ અને સેમીએ બે-બે જ્યારે સેમ્યુઅલ્સે એક વિકેટ મેળવી હતી.

રોહિત-રૈનાની સંભાળપૂર્વકની બેટિંગ

રોહિત-રૈનાની સંભાળપૂર્વકની બેટિંગ

રોહિત શર્મા અને સુરેશ રૈનાએ સંભાળપૂર્વકની ઇનિંગ રમીને ટીમને સન્માનિત સ્કોર કરવામાં મદદ કરી હતી. રોહિત શર્માએ 60 જ્યારે રૈનાએ 44 રનની ઇનિંગ રમી હતી.

કોહલીની વિકેટ મેળવ્યાના ખુશી

કોહલીની વિકેટ મેળવ્યાના ખુશી

ભારતના શાનદાર બેટ્સમેન વિરાટ કોહલીની વિકેટ મેળવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા.

વિશાળ લક્ષ્યાંક આપવામાં નિષ્ફળ

વિશાળ લક્ષ્યાંક આપવામાં નિષ્ફળ

ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે વિશાળ લક્ષ્યાંક મુકવામાં નિષ્ફળ રહ્યાં હતા.

કોહલીના 11 રન

કોહલીના 11 રન

વિરાટ કોહલી 11 રનના સ્કોર પર ડેરેન સામીનો શિકાર બન્યો હતો.

શિખર ધવન 11 રન પર આઉટ

શિખર ધવન 11 રન પર આઉટ

શિખર ધવન પણ 11 રન પર કેમર રોચનો શિકાર બન્યો હતો.

રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માની અડધી સદી

ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમતા 60 રનનું યોગદાન આપ્યું હતું.

English summary
Johnson Charles scored 97 off 100 balls helping the West Indies to a one-wicket over India in the second Tri-Nation One-Day International (ODI) series at Sabina Park on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X