ટી20 ક્રિકેટ સાથે તાલમેલ બેસાડી રહ્યો છે પૂજારા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ બેટ્સમેને કહ્યું કે, મને લાગે છે કે, મૂળ ટેક્નિક જરૂર હોવી જોઇએ, ભલે તમે ઝડપથી રન બનાવવા માગતા હોવ, પરંતુ મને લાગે છે કે આ સમય ઝડપ દેખાડવાનો પણ છે. મારી મૂળ ટેક્નિક એ છે અને તેને માત્ર ખેલ સાથે થોડોક તાલમેલ બેસાડવાનો છે. પૂજારાએ કહ્યું કે ગેઇલના બેટિંગ ક્રમમાં સામેલ થવાથી તેના પર અમુક દબાણ ઓછો થઇ જાય છે.
તેમણે કહ્યું કે, તેની ઉપસ્થિતિથી દબાણ ઓછુ થઇ જાય છે, તેથી હું મારી નૈસર્ગિક બેટિંગ કરી શકુ છુ. હું ક્રીઝ પર ટકી રહેવા માટે વધારે સમય લઇ શકુ છુ અને પોતાના શોટ રમવાની શરૂઆત કરી શકુ છુ. જો કે ટી20 ક્રિકેટમાં વઘારે સમય લેવાની આશા રાખી શકાય નહીં. તેમણે ગત રાત્રે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધની મેચમાં ટીમમાં પુનરાગમન કર્યું, જેમાં પંજાબના ડેવિડ મિલરે 38 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગથી 190 રનનું લક્ષ્ય હાંસલ કરીને જીત નોંધાવી.
પૂજારાએ મિલરના વખાણ કરતા કહ્યું કે અમે 12મી ઓવર સુધી મેચમાં હતા, પરંતુ ત્યારબાદ મિલરે પોતાની બેટિંગ રફતાર વધારવાની શરૂ કરી અને પછી તે છવાઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
