For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયવર્દનેઃ ભારત સામે પર્દાર્પણ, પાક. સામે કરશે ટેસ્ટ ક્રિકેટને અલવિદા

|
Google Oneindia Gujarati News

કોલંબો, 14 જુલાઇઃ શ્રીલંકાના પૂર્વ સુકાની મહિલા જયવર્દનેએ આજે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જયવર્ધને આવતા મહિને દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી બાદ પાંચ દિવસની આ રમતને અલવિદા કહીં દેશે. જોકે તે વનડે ક્રિકેટમાં રમવાનું ચાલું રાખશે અને ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડમાં આવતા વર્ષે યોજાનારા વિશ્વકપ બાદ વનડે ક્રિકેટને અલવિદા કહીં શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય છેકે, જયવર્દનેએ પોતાના સાથી ખેલાડી કુમાર સંગાકારાની જેમ બાંગ્લાદેશમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. જયવર્દને પોતાની અંતિમ ટેસ્ટ પાકિસ્તાન સામે કોલંબોમાં 14થી 18 ઑગસ્ટ દરમિયાન રમશે. આ પણ એક સંયોગ છેકે, તેણે પોતાની ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ભારત સામે કરી હતી અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ તે પાકિસ્તાન સામે લઇ રહ્યો છે. ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનને કટ્ટર પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. તેણે ઑગસ્ટ મહિનામાં જ 1997માં ટેસ્ટ ક્રિકેટની શરૂઆત કરી હતી અને હવે તે ઑગસ્ટ મહિનામાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીં રહ્યાં છે.

જયવર્દનેની નિવૃત્તિ અંગે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જણાવ્યું છેકે, જયવર્દને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ એશ્લે ડી સિલ્વાને લખેલા પત્રમાં જયવર્દનેએ લખ્યું છેકે, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માગે છે. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

શું કહ્યું જયવર્દનેએ

શું કહ્યું જયવર્દનેએ

શ્રીલંકા માટે 145 ટેસ્ટ ક્રિકેટ રમનાર જયવર્દનેએ સોમવારે કહ્યું છેકે, મારા માટે આ નિર્ણય લેવો ઘણો જ કપરો હતો, મારા દેશ માટે 18 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ ક્ષેત્રે યોગદાન આપવા બદલ હું ગૌરવ અનુભવું છું અને મને લાગે છેકે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.

ભારત સામે પર્દાર્પણ

ભારત સામે પર્દાર્પણ

જયવર્દનેએ 1997માં ઑગસ્ટ મહિનામાં ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ કર્યું હતું. તેણે 33 સદી અને 48 અડધી સદીની મદદથી 11,493 રન બનાવ્યા છે. શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવારા ખેલાડીઓમાં તેની સાથે તેનો સાથી ખેલાડી કુમાર સંગાકારા છે.

નિવૃત્તિ પહેલા વધુ ચાર મેચ રમશે

નિવૃત્તિ પહેલા વધુ ચાર મેચ રમશે

જયવર્દને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા ચાર મેચો રમશે. 16 જુલાઇથી તે ગાલે ખાતે દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીની પહેલી ટેસ્ટ રમશે અને પ્રોટિયાસ ખાતે 24 જુલાઇએ તે દક્ષિણ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ મેચ રમશે.

પાકિસ્તાન સામે તેની ફેરવેલ શ્રેણી

પાકિસ્તાન સામે તેની ફેરવેલ શ્રેણી

તે પાકિસ્તાન સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે જે તેની ફેરવેલ શ્રેણી ગણાશે. જે 6 ઑગસ્ટના રોજ ગાલે ખાતે શરૂ થશે.

English summary
Former Sri Lanka captain Mahela Jayawardene today announced his retirement from Test cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X