For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપતિ-બોપન્નાએ જીત્યો પેરિસ માસ્ટર્સનો ખિતાબ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mahesh-bhupathi-rohan-bopanna
પેરિસ, 5 નવેમ્બર: મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ એસામ ઉલ હક કુરેશી અને જીન જુલિયન રોજરને સીટા સેટોમાં હરાવીને પેરિસ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ વર્ષનો તેમનો આ બીજો ખિતાબ છે.

આ સત્રમાં ચોથી ફાઇનલ રમી રહેલા વરિષ્ઠ જોડીએ પાકિસ્તાનના કુરેશી અને હોલેન્ડના રોજરને હરાવીને ફાઇનલમાં એક કલાક 24 મિનિટમાં 7-6, 6-3થી હરાવ્યા હતા. મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ દુબઇ એટીપી ખિતાબ પણ જીત્યો હતો જ્યારે સિનસિનાટી અને શાંધાઇમાં તે ઉપ વિજેતા રહ્યાં હતા.

ભારતીય જોડીએ ફાઈનલમાં હરીફ ખેલાડીઓને કોઈ તક આપી ન હતી. પ્રથમ સેટમાં ભૂપતિ અને બોપન્નાની જોડીએ પડકારનો સામનો કરવો પડયો હતો. પરંતુ ટાઇબ્રેકરમાં તેમને 7-6થી જીત મેળવી લીધી હતી. બીજા સેટમાં તેમને એક બ્રેક પ્વાઇંટમાં પ્રતિદ્રંદ્રી ટીમની સર્વિસ તોડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રમાવામાં આવેલી પુરૂષ યુગલ સ્પર્ધાના સેમીફાઇનલ મુકાબલામાં ભૂપતિ અને બોપન્નાની જોડીએ ઓસ્ટ્રેલિયાના પોલ હેનલે અને બ્રિટનના જોનાથન મેરેની જોડીને 7-5, 6-3 થી હરાવી હતી. તો બીજી તરફ કુરેશી અને રોજરની જોડીએ ક્રોએશિયાના મારિન સિલિચ અને બ્રાજીલના માર્સેલો મેલોની જોડીએ 0-6, 6-4, 11-9 થી હરાવી હતી.

English summary
Bhupathi and Bopanna clinched the Paris Master, their second title of the year, after scoring a hard-fought win over Aisam-ul-haq Qureshi and Jean-Julien Rojer on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X