ક્લાર્કે બ્રેડમેનને પછાડ્યા, ટેસ્ટમાં 7000 રન

ક્લાર્કે અહીં ભારત વિરુદ્ધ રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં આજે પોતાની ઇનિંગમાં 11 રન બનાવતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી. ક્લાર્કે આ પહેલા 89 ટેસ્ટમાં 52.54ની એવરેજથી 6989 રન બનાવ્યા હતા. બ્રેડમેને માત્ર 52 રમની 6996 રન બનાવ્યા હતા અને તેમની એવરેજ 99.94 હતી.
ઓસ્ટ્રેલિયન સુકાની 90મી ટેસ્ટમાં આ સિદ્ધિએ પહોંચ્યા છે. તેમની આગળ ગ્રેગ ચેપલ 7110 રન, ડેવિડ બુન 7422 રન, માર્ક ટેલર 7525 રન, જસ્ટિન લેંગર 7696 રન, માર્ક વો 8029 રન, મેથ્યુ હેડન 8625 રન, સ્ટીવ વો 10927 રન, એલન બોર્ડર 11174 રન અને રિકી પોન્ટિંગ 13378 રન છે.












Click it and Unblock the Notifications
