For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ

|
Google Oneindia Gujarati News

2015નો વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 14 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2015 દરમિયાન રમાનારો છે. આ બીજી વાર બની રહ્યું છેકે આઇસીસી 50 ઓવર વિશ્વકપનું આયોજન ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં થઇ રહ્યું છે. અહીં રમાયેલા 1992ના વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન વિજયી થયું હતું. વિશ્વકપમાં જે તે ટીમ અને ખાસ કરીને તેના ખેલાડીઓ દ્વારા રમવામાં આવેલી ઇનિંગ ઘણી જ યાદગાર અને મહત્વપૂર્ણ ગણાય છે. 2011ના વિશ્વકપ દરમિયાન યુવરાજ સિંહે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ભારતને બીજી વખત વિશ્વકપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.

જો કે આજે અમે અહીં અત્યારસુધી રમાયેલા આઇસીસી વિશ્વકપ દરમિયાન ક્રિકેટર્સ દ્વારા લક્ષ્ય હાંસલ કરવા માટે રમવામાં આવેલી શાનદાર ઇનિંગ અંગે વાત કરી રહ્યાં છીએ. જેમાં 2011 દરમિયાન ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીરે રમેલી ઇનિંગ અને 2003ના વિશ્વકપ દરમિયાન સચિન તેંડુલકરે રમેલી ઇનિંગ સામેલ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ ઉપરાંત પણ એવી કઇ કઇ ઇનિંગ છે, જે યાદગાર અને મહત્વપૂર્ણ ઇનિંગ સાબિત થઇ હતી.

ગૌતમ ગંભીરની 97 રનની ઇનિંગ

ગૌતમ ગંભીરની 97 રનની ઇનિંગ

2011ના વિશ્વકપની ફાઇનલ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી, જેમાં શ્રીલંકાએ ભારત સામે 275 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેના જવાબમાં ભારત આ મેચ 6 વિકેટથી જીતી ગયું હતું. આ મેચમાં ગૌતમ ગંભીરે 9 ચોગ્ગાની મદદથી મહત્વપૂર્ણ 97 રનની ઇનિંગ રમી હતી.

અરવિંદ ડી સિલ્વાની અણનમ 107 રનની ઇનિંગ

અરવિંદ ડી સિલ્વાની અણનમ 107 રનની ઇનિંગ

1996માં લાહોર ખાતે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા સામે 241 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા આ મેચ 7 વિકેટથી જીતી ગયું હતું. અરવિંદ ડી સિલ્વાએ મહત્વપૂર્ણ 107 રન બનાવ્યા હતા. જેમાં 13 ચોગ્ગા સામેલ છે.

સચિન તેંડુલકરની 98 રનની ઇનિંગ

સચિન તેંડુલકરની 98 રનની ઇનિંગ

2003ના વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ એમાં રમાયેલી મેચ દરમિયાન પાકિસ્તાને ભારત સામે 274 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેને ભારેત છ વિકેટ બાકી હતી ત્યાં જ હાંસલ કરી લીધો હતો. સચિને શાનદાર ઇનિંગ રમતા 98 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે.

સ્ટીવ વોની અણનમ 120 રનની ઇનિંગ

સ્ટીવ વોની અણનમ 120 રનની ઇનિંગ

1999ના વિશ્વકપ દરમિયાન હેડિંગલે ખાતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર સિક્સ મુકાબલો રમાયો હતો. જેમાં દક્ષિણ આફ્રિકાએ આપેલા 272 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટથી હાંસલ કરી લીધો હતો. સ્ટીવ વોએ અણનમ 120 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ઇન્ઝમામ ઉલ હકની 60 રનની ઇનિંગ

ઇન્ઝમામ ઉલ હકની 60 રનની ઇનિંગ

1992ના વિશ્વકપની પહેલી સેમી ફાઇનલ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 263 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને આ લક્ષ્યને ચાર વિકેટ બાકી હતી ત્યાં હાસલ કરી લીધો હતો. ઇન્ઝમામ ઉલ હકે શાનદાર 60 રનની ઇનિંગ રમી હતી, જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે.

મહેન્દ્ર સિંહ ધોનીની 91 રનની ઇનિંગ

મહેન્દ્ર સિંહ ધોનીની 91 રનની ઇનિંગ

2011ના વિશ્વકપની ફાઇનલ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી, જેમાં શ્રીલંકાએ ભારત સામે 275 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેના જવાબમાં ભારત આ મેચ 6 વિકેટથી જીતી ગયું હતું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી મહત્વપૂર્ણ 91 રનની ઇનિંગ રમી હતી.

English summary
most memorable innings in World Cup chases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X