For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફીફા વિશ્વકપઃ મૂલર પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક

|
Google Oneindia Gujarati News

બ્રાસીલિયા, 11 જુલાઇઃ મેજબાન બ્રાઝીલને ફીફા વિશ્વકપ 2014ની સેમીફાઇનલમાં 7-1થી હરાવીને ફાઇનલમાં પહોંચેલી જર્મની સામે ચોથીવાર ચેમ્પિયન બનવા માટે આર્જેન્ટિનાના રૂપમાં અંતિમ પડકાર છે. આ સાથે જ જર્મનીના સ્ટાર સ્ટ્રાઇકર થોમસ મૂલર પાસે ઇતિહાસ રચવાનો એક અનોખો મોકો છે.

આ પણ વાંચોઃ- આજથી ફીફા સેમીફાઇનલઃ ટોપ પાંચ યાદગાર મેચો
આ પણ વાંચોઃ- બ્રાઝીલ સામે જ બ્રાઝિલીયન રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો જર્મને

જર્મની ફાઇનલમાં પ્રવેશ કરવાની સાથોસાથ હાલના વિશ્વકપમાં ટીમ માટે સર્વાધિક પાંચ ગોલ કરનાર સ્ટાર સ્ટ્રાઇકર થોમસ મૂલર પાસે સતત બીજીવાર ગોલ્ડન બૂટ હાંસલ કરવાની તક છે. નોંધનીય છેકે, અત્યારસુધી આ સિદ્ધિ કોઇ ખેલાડીએ હાંસલ કરી નથી. મૂલર દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ફીફા વિશ્વકપ-2010માં પાંચ ગોલ કરીને ગોલ્ડન બૂટ વિજેતા રહ્યા હતો.

આ પણ વાંચોઃ-
મેસીની દિવાની નતાલિયાએ ચેસ્ટ પર દોરાવ્યું ચિત્ર

સ્પેનના ડેવિડ વિવાલ અને નેધરલેન્ડ્સના વેસ્લે શ્નાઇડરે પણ પાંચ ગોલ કર્યા હતાં, પરંતુ એટલા જ ગોલ કરવા માટે મેદાન પર ઓછો સમય પસાર કરવા બદલ મૂલરને ગોલ્ડન બૂટ મળ્યું હતું. તો ચાલો આ અંગે વધુ તસવીરો થકી જાણીએ.

સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી

સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી

મૂલર ફીફા વિશ્વકપ-2010માં સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી તરીકે પણ પસંદ કરાયા હતા. મૂલર જો આ વખતે ગોલ્ડન બૂટ જીતવામાં સફળ રહે છે તો એવું પહેલીવાર બનશે કે આ પુરસ્કાર સતત ત્રીજીવાર પોતાની પાસે રાખવાની તક કોઇ એક દેશને મળશે.

ગોલ્ડન બૂટની રેસમાં મૂલર

ગોલ્ડન બૂટની રેસમાં મૂલર

ફીફા વિશ્વકપ-2006માં જર્મનીના જ મિરાસ્લોવ ક્લોસે ગોલ્ડન બૂટ હાંસલ કર્યો હતો. મૂલર હાલના વિશ્વકપમાં ગોલ્ડન બૂટની રેસમાં છે, પરંતુ હજુ કોલંબિયાના સ્ટ્રાઇકર જેમ્સ રોડ્રિગેજથી એક ગોલ પાછળ છે.

ઓછામાં ઓછા બે ગોલ ફટકારવા પડશે

ઓછામાં ઓછા બે ગોલ ફટકારવા પડશે

રોડ્રિગેજ છ ગોલ સાથે હજુ પણ ગોલ્ડન બૂટના પ્રબળ દાવેદાર છે. મુલરે ગોલ્ડન બૂટ હાંસલ કરવા માટે ફાઇનલ મેચમાં ઓછામાં ઓછા બે ગોલ ફટકારવા પડશે. જો તે એક ગોલ જ કરી શકશે તો વધુ સમય મેદાનમાં રહેવાના કારણે તેને ગોલ્ડન બૂટ આપવામાં નહીં આવે.

મેસી પણ રેસમાં

મેસી પણ રેસમાં

હાલના વિશ્વકપમાં ચાર ગોલ કરીને ગોલ્ડન બૂટની રેસમાં ત્રીજા સ્થાન પર આર્જેન્ટિનાનો સુકાની લિયોનેલ મેસી છે, જોકે હવે આ લક્ષ્ય હાંસલ કરવું તેના માટે મુશ્કેલ જણાઇ રહ્યું છે. કારણ કે તેને ગોલ્ડન બૂટ હાંસલ કરવા માટે ફાઇનલ મેચમાં ત્રણ ગોલ કરવા પડશે.

English summary
Thomas Muller have a golden opportunity to create history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X