For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-6 : ચેન્નઇ સુપર કિંગ્સને માત આપી મુંબઇ ઇન્ડિયંસ બન્યું ચેમ્પિયન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 27 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગના સીઝન-6ના ફાઇનલ મુકાબલામાં રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયંસની ટીમે ચેન્નઇ સુપર કિંગ્સને 23 રનોથી હરાવી આઇપીએલ-6ની ટ્રોફી પર કબજો મેળવી લીધો છે. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા, જેને જોતાં ચેન્નઇ સુપર કિંગ્સને આ લક્ષ્યાંક આસાન લાગતો હતો, પરંતુ ટોપ ઓર્ડર ટપોટપો પેવેલિયન ભેગો થઇ જતાં ચેન્નઇ સુપર કિંગ્સના વટાણાં વેરાઇ ગયા અને મુંબઇ ઇન્ડિયંસે ટ્રોફી પર કબજો મેળવી લીધો. મુંબઇ ઇન્ડિયંસે પહેલી વાર આઇપીએલ ટ્રોફી જીતી છે.

149 રનોના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. માઇક હસ્સી લસિથ મલિંગાના બોલ પર પહેલી ઓવરમાં પેવેલિયન ભેગાં થઇ ગયા. ત્યારબાદ સુરેશ રૈના પણ ખાતું ખોલાવ્યા બાદ પેવેલિયન ભેગાં થઇ ગયા હતા, તેમને પણ મલિંગાએ આઉટ કર્યા હતા. એસ બદ્રીનાથ મિશેલ જોનસનના બોલ પર આઉટ થઇ ગયા હતા.

mumbai-indians-win

સ્થિતી ઘણી થઇ ગઇ હતી કે બ્રાવો આઉટ થઇ ગયા બાદ તરત જ રવિન્દ્ર જાડેજાની વિકેટ પડી ગઇ હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સમજી વિચારને રમતને આગળ ધપાવતાં જે મોર્કલ સાથે રમતને સંભાળી હતી પરંતુ બીજી રાઉન્ડમાં વિકેટો પડવાનો સિલસિલો 20 ઓવરો સુધી યથાવત રહ્યો હતો અએન ટીમ 148 રન જ બનાવી શકી હતી. હારનો સામનો કરનાર ટીમના કેપ્ટને 67 રન બનાવી શક્યા હતા. જે મોર્કલે માત્ર 10 રનનું જ યોગદાન કર્યું હતું. મુંબઇ તરફથી મલિંગા, હરભજન સિંહ અને જોનસને 2-2 અને પ્રજ્ઞાન ઓઝા, ધવન અને પોલાર્ડે 1-1 વિકેટ ઝડપી હતી.

આ પહેલાં મુંબઇ ઇન્ડિયંસ પણ માંડમાંડ 148 રન બનાવી શકી હતી. મુંબઇ ઇન્ડિયંસના ડૈરેન સ્મિથ 4 રન, એસી તારે 0, કેપ્ટન રોહિત શર્મા 0 બનાવી શક્યા હતા. આ ત્રણેય વિકેટ પડી જતાં મુંબઇની ટીમ લથડી પડી હતી, પરંતુ દિનેશ કાર્તિકે 21 અને ટી રાયુડૂએ 37 રન ફટકારતાં સ્થિતી કેટલાંક અંશે કન્ટ્રોલમાં આવી ગઇ હતી. ત્યારબાદ કિરોન પોલાર્ડે તેમનો સંપૂર્ણ સાથ આપ્યો અને 32 બોલમાં 3 સિક્સર અને 7 ચોગ્ગા ફટકારતાં 60 રન બનાવ્યાં હત. પોલાર્ડ નોટ આઉટ રહ્યો હતો. આ સાથે જ હરભજને 14 રનોનું યોગદાન આપ્યું હતું. ચેન્નઇ તરફથી ડ્વાન બ્રાવોએ 4 વિકેટ ઝડપી હતી અને સૌથી સફળ બોલર રહ્યાં હતા.મોર્કલે 2 વિકેટ ઝડપી હતી.

English summary
Under the captaincy of Rohit Sharma, Mumbai Indians beat Chennai Super Kings and became the champions of Indian Premier League season 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X