For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેલાડીઓ બુકીઓને તેમના અંગત મહેમાન તરીકે આમંત્રિત કરે છે

|
Google Oneindia Gujarati News

raj-kundra
નવી દિલ્હી, 6 જૂન : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સિનિયર અધિકારીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાખોરીના કેસના સંબંધમાં રાજસ્થાન રોયલ્સ ટીમના સહમાલિક રાજ કુંદ્રાની બુધવારે 6 કલાક સુધી પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં કુન્દ્રાએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે પણ પાર્ટી હોય ત્યારે ક્રિકેટ પ્લેયર્સ બૂકીઓને તેમના અંગત મહેમાન તરીકે આમંત્રણ આપે છે.

પૂછપરછનો દોર સવારે 10.30 વાગ્યાથી દિલ્હી પોલીસના મુખ્યાલયમાં શરૂ કરાયો હતો. પૂછપરછ દરમિયાન કુન્દ્રાએ પોલીસે એમ કહ્યું હોવાનું મનાય છે કે તેમની ટીમના ખેલાડીઓ ઘણી વાર બુકીઓને એમના અંગત મહેમાનો તરીકે આમંત્રિત કરતા હોય છે. પોલીસે કુન્દ્રાને રાજસ્થાન રોયલ્સ ટીમની માલિકીના પ્રકાર વિશે પણ સવાલો પૂછ્યા હતા. પોલીસ અધિકારીઓ કુન્દ્રાએ આપેલા જવાબોથી સંતુષ્ટ થયા નથી એવું પણ સૂત્રોનું કહેવું છે.

પોલીસ કુન્દ્રા પાસેથી એ પણ જાણવા માગે છે કે તેમની ટીમના પકડાયેલા ત્રણ ખેલાડીઓએ તેઓ બુકીઓ સાથે સંપર્કમાં હોવા અંગે તેમની સાથે ચર્ચા કરી હતી કે નહીં અથવા ફિક્સિંગ વિશે તેમને કોઈ સંકેત આપ્યો હતો કે નહીં. મકોકા કાયદો અત્યંત કડક કાયદાઓમાંનો એક છે. તે અંતર્ગત દિલ્હીમાં ડીસીપી સમક્ષ કે અન્ય કોઈ પણ રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ કરેલા કોઈ પણ પ્રકારના એકરારને પુરાવા તરીકે સ્વીકારી શકાય છે.

સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પોલીસ રાજસ્થાન રોયલ્સ ટીમની સહ માલિક અને રાજ કુન્દ્રાની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરે એવી શક્યતા છે. આ મેચ ફિક્સિંગ કૌભાંડમાં પકડેલા અમુક બુકીઓએ પૂછપરછ દરમિયાન માહિતી આપ્યા બાદ અને આરોપ કર્યા બાદ દિલ્હી પોલીસે કુન્દ્રાની પૂછપરછ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણ ખેલાડીઓ એસ. શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણ પકડાયા છે. ટીમે આ ત્રણેય જણને સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) લાગુ કરાયા બાદ કુન્દ્રા પહેલા જ વ્યક્તિ છે જેમની પૂછપરછ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ રાજસ્થાન રોયલ્સની માલિક કંપનીની કામગીરી કેવા પ્રકારની રહી છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે.

English summary
Players invites bookies as their personal guest : Kundra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X