For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ પહેલાં ખેલાડીઓને મોબાઇલ જમા કરાવવા પડશે: ICC

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 6 જૂન: આઇસીસી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન રમનારી બધી મેચો પહેલાં ખેલાડીઓએ પોતાના મોબાઇલ જમા કરાવવા પડશે. આઇપીએલ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સ્પૉટ ફિક્સિંગ પ્રકરણને ધ્યાનમાં રાખતાં આઇસીસી ગુરૂવારથી શરૂ થનારી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન ભ્રષ્ટાચારના જોખમને ઓછું કરવા માટે પોતાના દ્વારા દરેક પ્રયત્નો કરી રહી છે. ખેલાડીઓને મેચ માટે પોતાની ટીમ બસમાં ચઢતાં પહેલાં પોતાના મોબાઇલ ફોન જમા કરવવા પડશે.

આ ઉપરાંત આઇસીસી ભ્રષ્ટાચાર નિરોધક તથા સુરક્ષા એકમ (એસીએસયૂ)ના અધિકારી હોટલમાં તેમના વ્યવહાર પર નજર રાખશે. ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી આઠમાંથી છ ટીમો તેમના સહયોગી સ્ટાફને એસીએસયૂ અધિકારીઓએ એક કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમને કોઇપણ પ્રકારના ખતરાના સંકેત મેળવવા અને તેને લઇને આગાહ કરવાનો છે. ન્યૂઝીલેંડ અને ઇગ્લેંડની ટીમોએ આજની મેચ બાદ આ વાતોથી માહિતગાર કરવામાં આવશે.

icc-champions-trophy

બાંગ્લાદેશ આ ટૂર્નામેંટનો ભાગ નથી. પૂર્વ બાંગ્લાદેશી કેપ્ટન મોહંમદ અશરફુલે ઘરેલુ ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગ સામેલ હોવાનું સ્વિકાર્યું છે જેથી ક્રિકેટ જગત માટે વધુ એક ઝટકો માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ગત અઠવાડિયાથી ફિક્સિંગના કારણે ચર્ચામાં છે. તેના ત્રણ ખેલાડીઓની સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ કરવામાં આવી છે. બીસીસીઆઇના કેટલાક મુખ્ય અધિકારીઓએ રાજીનામા આપી દિધા છે અને ભ્રષ્ટાચારની તપાસ માટે સમિતિ નિમવામાં આવી છે.

English summary
In the wake of the spot-fixing scandal surrounding the IPL and Bangladesh Premier League, the ICC is doing whatever it can to minimise the risk of corruption during the Champions Trophy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X