For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પ્લેઇંગ ઇટ માય વે'નું સચિને વિમોચન, પ્રથમ કોપી માતાને નામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 નવેમ્બર: અને સમય આવી ગયો જ્યારે ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેન્ડુલકરની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે' ઓફિશિયલી લોંચ થઇ. બુધવારે દિલ્હીના એક ભવ્ય સમારોહમાં 'ભારત રત્ન' સચિન તેન્ડુલકરે ઘણા દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓની હાજરીમાં પોતાની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે'નું વિમોચન કર્યું.

ક્રિકેટ વિશેષજ્ઞ હર્ષા ભોગલેએ કાર્યક્રમની મેજબાની કરી અને મંચ પર હાજર દિગ્ગજ ખેલાડીઓ સુનીલ ગાવાસ્કર, દિલીપ વેંગસરકર, વાસુ પરાંજપે ઉપરાંત સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વી.વી.એસ લક્ષ્મણ અને સચિન તેન્ડુલકર પોતેએ તેમના જીવન ભારતીય ક્રિકેટમાં પોતાના યોગદાન પર વાતચીત કરી.

sachin-book-achrekar-600

સચિન તેન્ડુલકરે પોતાના પુસ્તકની પ્રથમ કોપી કાર્યક્રમ પહેલાં પોતાની માતાને ભેંટ કરી, જેનો ફોટો તેમણે ટ્વિટર પર શેર કર્યો છે અને પુસ્તકની બીજી કોપી સચિન તેન્ડુલકરે પોતાના કોચ રમાકાંત આચરેકરને ભેંટ કરી જે વિમોચન વખતે મંચ પર હાજર હતા.

પોતાના પુસ્તક વિશે વાત કરતાં સચિન તેન્ડુલકરે કહ્યું કે પુસ્તક મારા માટે એક અલગ પ્રકારની ઇનિંગ સમાન છે, જેના પર હું ગત ત્રણ વર્ષોથી કામ કરી રહ્યો હતો. મારી રમતની માફક મેં આ પુસ્તકમાં મારા જીવનના વિભિન્ન પાસાઓને ઇમાનદારીપૂર્વક વર્ણન કર્યા છે. આશા છે કે વાચકો આ પુસ્તકનો આનંદ માણશે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Gave the first copy of my book to my mother.Look of pride on her face was a priceless moment ! <a href="https://twitter.com/hashtag/PlayingItMyWayLaunch?src=hash">#PlayingItMyWayLaunch</a> <a href="http://t.co/tjU2bxN0sw">pic.twitter.com/tjU2bxN0sw</a></p>— sachin tendulkar (@sachin_rt) <a href="https://twitter.com/sachin_rt/status/529937144127569920">November 5, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

આ પુસ્તકનું પ્રકાશન હૈચેટ ઇન્ડિયાએ કર્યું છે, પુસ્તક સચિન તેન્ડુલકરનું છે, એટલા માટે આ પુસ્તકને ખરીદવા માટે લોકોની હોડ મચી ગઇ છે. તમને જાણીને આશ્વર્ય થશે કે સચિન તેન્ડુલકરને આ આત્મકથા રિલીજના પ્રથમ દિવસે હાર્ડબેક પુસ્તકનું વેચાણના ભારતમાં બધા રેકોર્ડ તોડી દિધા છે. પુસ્તકની હાર્ડબેક કોપીની એક લાખ કોપીઓ રિલીજ કરવામાં આવી છે.

હાર્ડબેક ઉપરાંત સચિન તેન્ડુલકરની આ આત્મકથની ઇબુક આવૃતિ ગુરૂવારે રિલીજ થશે. પુસ્તકનું મરાઠી, હિંદી, ગુજરાતી, મલયાલમ અને બંગાળી જેવી વિભિન્ન ભારતીય ભાષાઓમાં ઓડિયો આવૃત્તિ પણ આગામી વર્ષેની શરૂઆતમાં રિલીજ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે સચિન તેન્ડુલકરના પુસ્તકે પહેલાં જ ખૂબ ચર્ચા પ્રાપ્ત કરી છે. ખાસકરીને પૂર્વ કોચ ગ્રેગ ચેપલ સાથે જોડાયેલા વિષયે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું. સચિન તેન્ડુલકરે આ પુસ્તકમાં પોતાની કેરિયરના કેટલાક વણકહેલી પળોને સામેલ કરી છે. એટલા માટે લાગે છે કે આ પુસ્તકના માધ્યમથી ઘણા રહસ્યો પરથી પડદો ઉઠશે.

English summary
Sachin Tendulkar’s much-awaited autobiography ‘Playing It My Way’ was on Wednesday launched in the presence of some of his former teammates. He presented the first copy of his book "Playing It My Way" to his mother, Rajni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X