4 ફેબ્રુઆરીએ સચિનને આપવામાં આવશે ભારત રત્ન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: એ તારીખની જાહેરાત થઇ ગઇ જ્યારે ભારતીય ક્રિકેટના સ્ટારને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. 4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નવી દિલ્હીમાં સચિન તેંડુલકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે.

3 ફેબ્રુઆરીના રોજ આ સમારોહની રિહર્સલ કરવામાં આવશે. સચિન તેંડુલકરની સાથે વૈજ્ઞાનિક સીએનઆર રાવને પણ ભારત રત્ન આપવામાં આવશે. 40 વર્ષના સચિન તેંડુલકરે ગત 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. આ સન્માન સ્વિકારનાર સચિન પ્રથમ ખેલાડી હશે.

મુંબઇના વાનખેદે સ્ટેડિયમમાં પોતાની 200મી ટેસ્ટ રમીને સચિન તેંડુલકરે સંન્યાસ લીધો હતો. તેના થોડા કલાકો બાદ રાષ્ટ્ર્પતિ ભવન દ્વારા સચિન તેંડુલકરને ભારત રંત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

sachin

જો કે સચિન તેંડુલકરને ભારત રત્નના એલાન બાદ વિવાદ શરૂ થઇ ગયો હતો. રાજકારણ અને સમાજના કેટલાક ભાગોમાં મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગણી કરવામાં આવી હતી.

સચિન તેંડુલકર ગત વર્ષે રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ચાર વર્ષના અંતરાળ બાદ ભારત રત્નનું એલાન કરવામાં આવ્યું. આ પહેલાં 2009માં દિગ્ગજ સંગીતકાર ભીમસેન જોશીને આ સન્માન આપવામાં આવ્યું હતું.

English summary
Former India captain and cricket legend Sachin Tendulkar will receive the Bharat Ratna on February 4.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.