For Quick Alerts
For Daily Alerts

રણજી ટ્રોફીમાં સચિન તેંડુલકર ઓપનિંગ કરશે
મુંબઇ, 27 ઑક્ટોબર: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહેલાં સચિન તેંડુલકર રણજી ટ્રોફીમાં રેલવે વિરૂદ્ધ ઓપનરની ભૂમિકા ભજવશે. રણજી ટ્રોફીની આ મેચ બીજી નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. મુંબઇ ક્રિકેટ એસોસિએશને ટીમની જાહેરાત કરી દિધી છે. સચિન સિવાય ટીમ ઇન્ડિયાના મુખ્ય બોલર ઝહીર ખાન મુંબઇની ટીમમાં રમશે. મુંબઇ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ નિતિન દલાલે પ્રેસ રિલિઝમાં કહ્યું છે કે ઝહીર ખાન અને સચિન રમશે તે નક્કી છે.
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર મુંબઇ રણજી ટીમના કેપ્ટન હશે. રોહિત શર્મા અને આજિંક્ય રહાણેનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરથી ભારત અને ઇગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. જેથી સચિન અને ટીમના ઘણા ખેલાડી સારું પ્રદર્શન કરવા માંગે છે. ખરાબ ફોર્મના કારણે સચિનની ટીકા કરવામાં આવી રહી છે.
મુંબઇ ટીમ: અજિત અગરકર (કેપ્ટન), સચિન તેંડુલકર, ઝહીર ખાન, રમેશ પવાર, રોહિત શર્મા, આજિંક્ય રહાણે, અભિષેક નાયર, કૌસ્તુભ પવાર, ધવલ કુલકર્ણી, અંકિત ચૌહાણ, ઇકબાલ અબ્દુલા, આદિત્ય તારે, અખિલ હેરવાડકર
Comments
English summary
Sachin Tendulkar is set to return to Ranji Trophy action as the Master Blaster on Friday was included in the Mumbai team for their season opening game against Railways.
Story first published: Saturday, October 27, 2012, 17:24 [IST]