For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકતામાં ખૂબ વેચાઇ રહી છે સચિન હેટ અને ટીશર્ટ

|
Google Oneindia Gujarati News

કોલકતા, 7 નવેમ્બરઃ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની વિદાઇ શ્રેણીને લઇને કોલકતાની બ્રાંડેડ ખેલની દૂકાનો પર કોઇ ખાસ અસર જોવા મળી રહી નથી, પરંતુ રીટેલ સ્તરે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પોતાની અંતિમ મેચ રમી રહેલા આ મહાન ખેલાડી સાથે જોડાયેલી વસ્તુઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

સચિન હેટ, સચિન હેડ બૈંડ, સચિન ટીશર્ટ અને સચિન આર્મબેંડની જોરદાર માંગ ઉઠી છે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સેંકડો વિક્રેતાઓ આ વસ્તુઓ વેચી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. આ એક અલગ વાત છે કે, આ સામાન બ્રાન્ડેડ નથી, છતાં લોકોને તે ઘણું જ પસંદ પડી રહ્યું છે. એનું એક કારણ એ પણ છે કે આ તમામ વસ્તુઓ સહેલાયથી મળી રહી છે. એસપ્લાનેડ મેટ્રો સ્ટેશન અને ધર્મતલ્લા બસ સ્ટેન્ડ સુધી આવનારા લોકોને પગપાળા સ્ટેડિયમ સુધી જવુ પડે છે. આ સ્થળોથી સ્ટેડિયમ સુધીના રસ્તામાં સેંકડો લોકો બ્રશ અને રંગ લઇને ચહેરા પર તિંરગો બનાવવાનું કામ કરતા જોવા મળી રહ્યાં છે. આ ચહેરામાં એક તરફ તિંરગો બનાવવાના 20 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે.

sachin-tendulkar
આ જ રીતે અનેક લોકો સચિન કેપ( ગોળાકાર ટોપી જે સચિન ટેસ્ટમાં પહેરે છે) અને સચિનની તસવીર વાળી પારંપરિક ટોપી વેચતા જોવા મળી રહ્યાં છે. એક વિક્રેતા મધુ મિસ્ત્રીએ કહ્યું કે, સચિનની ટેસ્ટ કેપને લઇને લોકોમાં મોટી માંગ છે. તેમણે કહ્યું કે, આ ટોપી સચિનની મનપસંદ ટોપી છે અને એ કોલકતાની ગરમીથી લોકોને બચાવે છે. હાલના દિવસોમાં કોલકતામાં પરસેવો લાવી દે તેવી ગરમી પડી રહી છે. આકરો તડકો છે, પરંતુ તેમ છતાં લોકો ખેલનો લુત્ફ ઉઠાવી રહ્યાં છે. સચિન સાથે જોડાયેલા સામાનો ઉપરાંત મેરા ભારત મહાન, આઇ લવ માઇ ઇન્ડિયા જેવી હેડ બેન્ડ પણ ઘણી વેચાઇ રહી છે.

સચિનની ઓળખ સમી 10 નંબરની જર્સી પણ ઘણી વેચાઇ રહી છે. આ પ્રકારની બે ટીશર્ટ છે. એક પર સચિન-10 અને બીજી પર તેંડુલકર-10 લખેલું છે. આથી ઉલટું બ્રાન્ડેડ ખેલ સામગ્રી વેચતા કેટલાક મોટા દૂકાનદારોનું કહેવું છે કે, તેમણે સચિન તેંડુલકર સાથે જોડાયેલી ખેલ સામગ્રીનું અત્યાધિક ભંડારણ કર્યું નથી, કારણ કે તેની જોઇએ તેટલી માંગ નથી. સેઠી સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સના માલિક અને સંચાલક રાજેશ સેઠીએ જણાવ્યું છે કે, આ પ્રકારની ખેલ સામગ્રીની વિશેષ માંગ નથી, તેથી અમે આ ખેલ સામગ્રીને વેચી રહ્યાં નથી. પર્વ અને તહેવારનો સમય હોવાના કારણે પણ દૂકાનોમાં તેની વિશેષ તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય મળી રહ્યો નથી.

ઇડન સ્પોર્ટ્સના એસ બ્રહ્મચારીએ જણાવ્યું છે કે આઇપીએલની તૈયારી માટે ઘણો સમય હતો અને તે અનેક મહિના સુધી ચાલનારું આયોજન છે. તેથી તેની સાથે જોડાયેલી ખેલ સામગ્રીના વેચાણમાં નફો થાય છે, પરંતુ સચિનની 199મી ટેસ્ટ માટે અમારી પાસે વિશેષ ખેલ સામગ્રી તૈયાર કરાવવા અને ભંડારણ કરવા માટે પુરતો સમય મળ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ ઘણી મહત્વની મેચ છે, પરંતુ પર્યાપ્ત સમય નહીં હોવાના કારણે અમે ખાસ કંઇ કરી શક્યા નથી.

English summary
sachin's branded hate and t shirt made high business in kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X