For Quick Alerts
For Daily Alerts
સુપરસ્ટાર સાઇનાની ડેનમાર્કમાં વિજયી શરૂઆત
ઓડેન્સ, 18 ઓક્ટોબર: સ્ટાર શટલર સાઇના નેહવાલે કોરિયન ઓપોનેન્ટને હરાવીને ડેનમાર્ક ઓપનમાં ધમાકેદાર શરૂઆત કરી છે. બે મહિનાના વિરામ બાદ કોર્ટ પર પાછી ફરેલી સાઇનાએ માત્ર 39 મિનિટમાં મેચ જીતીને ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
ડેનમાર્ક ઓપનના પ્રથમ મુકાબલામાં સાઇનાનો સામનો કોરિયાની યેઓન ઝૂ બે સાથે થઇ હતી. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાઇનાએ બેને 21-17, 21-17થી માત આપી હતી.
વર્લ્ડ રેન્કિંગમાં ચોથા ક્રમ પર રહેનાર સાઇના મેચની શરૂઆતમાં 1-4 પાછળ પડી ગઇ હતી. પરંતુ બાદમાં તેણે જબરદસ્ત કરતા ગેમને 7-7ની બરાબરી પર લાવી દીધી છે.
હવે બીજા રાઉન્ડમાં સાઇનાનો સામનો જાપાની ખેલાડી મિનાત્સુ મિતાની સામે થશે.