ટેસ્ટ મેચમાં 400 રન કરનાર સંગાકારા ચોથો ખેલાડી

Posted By:
Subscribe to Oneindia News

શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારા વિશ્વ ક્રિકેટનો ચોથો ખેલાડી બની ગયો છે કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 400 રન ફટકાર્યા હોય. સંગાકારાએ બાંગ્લાદેશ સામે ચિત્તાંગોગમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં 81 રન ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી છે. નોંધનીય છે કે, સંગાકારાએ પહેલી ઇનિંગમાં 319 રન ફટકાર્યા હતા. બન્ને ઇનિંગમાં રનની મદદથી ટેસ્ટ મેચમાં 400 રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

આ સાથે જ સંગાકારા કોઇ એક ટેસ્ટ મેચમાં 300 અને 50 રન ફટકારનારો પણ ચોથો ખેલાડી બની ગયો છે. એન્ડી સન્ધામ(325 અને 50)એ પહેલા ખેલાડી હતા કે જેમણે ટેસ્ટ મેચમાં ત્રેવડી અને અડધી સદી ફટકારી હતી.  તો ચાલો તસવીરો થકી જોઇએ કે કુમાર સંગાકારા સિવાય આ સિદ્ધિ કોણે હાંસલ કરી છે.

ગ્રાહમ ગૂચ(ઇંગ્લેન્ડ)

ગ્રાહમ ગૂચ(ઇંગ્લેન્ડ)

પહેલી ઇનિંગ- 333
બીજી ઇનિંગ- 123
કુલ- 456
દેશ- ભારત
મેદાન- લોર્ડ્સ

માર્ક ટેલર(ઓસ્ટ્રેલિયા)

માર્ક ટેલર(ઓસ્ટ્રેલિયા)

પહેલી ઇનિંગ- 334*
બીજી ઇનિંગ- 92
કુલ- 426
દેશ- પાકિસ્તાન
મેદાન- પેશાવર

બ્રાયન લારા(વેસ્ટ ઇન્ડિઝ)

બ્રાયન લારા(વેસ્ટ ઇન્ડિઝ)

પહેલી ઇનિંગ- 400*
બીજી ઇનિંગ- DNB
કુલ- 400
દેશ- ઇંગ્લેન્ડ
મેદાન- સેન્ટ જ્હોન

કુમાર સંગાકારા(શ્રીલંકા)

કુમાર સંગાકારા(શ્રીલંકા)

પહેલી ઇનિંગ- 319
બીજી ઇનિંગ- 81*
કુલ- 400*
દેશ- બાંગ્લાદેશ
મેદાન- ચિત્તાગોંગ

English summary
Sri Lankan batsman Kumar Sangakkara became the fourth player to score 400 runs in a Test match on Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.