For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોર્ડ્સ ટેસ્ટઃ ભુવનેશ્વર બન્યો ભારત માટે રક્ષક, જાણો રસપ્રદ આંકડાઓ

|
Google Oneindia Gujarati News

લંડન, 19 જુલાઇઃ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની ચાર વિકેટની મદદથી ભારતે લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દિવસે ગૈરી બેલેન્સની શાનદાર સદી છતાં પણ ઇંગ્લેન્ડની છ વિકેટ 219 રનમાં મેળવીને પોતાનું પલળું ભારે કરી લીધું છે.

આ પણ વાંચોઃ- અનુષ્કા માટે બેબાકળો બન્યો વિરાટ, મેનેજમેન્ટને કરી આવી અપીલ
આ પણ વાંચોઃ- ટી-20 ક્રિકેટમાં પહેલીવારઃ નારાયણે નાંખી સુપર ઓવર મેઇડન

ભારતની પહેલી ઇનિંગના જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી બીજા દિવસે 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવવામાં આવ્યા છે અન તે હજુ પણ 76 રન પાછળ છે. તેની ચાર વિકેટ 113 રનમાં જ પડી ગઇ હતી, પરંતુ બેલેન્સ(110) અને મોઇન અલી(32)ની 98 રનની ભાગીદારીએ ટીમને સંકટમાંથી બહાર કાઢ્યું હતું. બેલેન્સે 203 બોલની ઇનિંગમાં 15 ચોગ્ગા લગાવ્યા છે.

આ પણ વાંચોઃ- પહેલી ઇનિંગમાં ભારતના 295, રહાણેએ કરી ગાંગુલીની બરાબરી

બેલેન્સ ભારત માટે જોખમી સાબિત થઇ રહ્યો હતો, ત્યારે ભુવનેશ્વર કુમારે 83મી ઓવરમાં તેને ધોનીના હાથે ઝલાવી દીધો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં સરસાઇ મેળવવાની આશા પર પાણી ફરતું જોવા મળ્યું છે. ઇંગ્લેન્ડની બેટિંગની વાત કરવામા આવે તો ઇંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કૂક 10, રોબ્સન 17, બેલ 16, રૂટ 13, પ્લુંકેટ 4 અને પ્રાયરે 2 રન બનાવ્યા છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 જ્યારે જાડેજા અને મુરલી વિજયે એક-એક વિકેટ મળવી છે. તો ચાલો તસવીરો થકી આ મેચ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પર નજર ફેરવીએ.

ધોનીની કેચ પકડવાની અડધી સદી

ધોનીની કેચ પકડવાની અડધી સદી

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી 18 ટેસ્ટ મેચોમાં 56 ખેલાડીઓનો એક વિકેટકીપર તરીકે શિકાર કર્યો છે, જેમાં 4 સ્ટમ્પ આઉટ છે, જ્યારે 52 કેચ પકડ્યા છે.

છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગમાં બેલેન્સની અડધી સદી

છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગમાં બેલેન્સની અડધી સદી

ઇંગેલન્ડના ખેલાડી ગૈરી બેલેન્સે પોતાની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં 50 કરતા વધારે રન ફટકાર્યા છે.

4 વખત પહેલી 44 ઓવરમાં સ્પિનર્સનો સમાવેશ નહીં

4 વખત પહેલી 44 ઓવરમાં સ્પિનર્સનો સમાવેશ નહીં

ભારતીય ટીમે લોર્ડ્સ ખાતે રમાયેલી 2001ની મેચ બાદ 4 વખત એવું કર્યું છેકે તેણે પ્રથમ 44 ઓવરમાં સ્પિનર્સ પાસે એકપણ બોલિંગ નંખાવી નથી.

છેલ્લી આઠ વિકેટ ભુવનેશ્વરે લીધી

છેલ્લી આઠ વિકેટ ભુવનેશ્વરે લીધી

આ શ્રેણીમાં ઇંગ્લેન્ડની છેલ્લી આઠ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી છે.

પાંચ બેટ્સમેનોનો પાંચવાર શિકાર

પાંચ બેટ્સમેનોનો પાંચવાર શિકાર

ઇશાંત શર્માએ પાંચ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ બેટ્સમેનોનો શિકાર કર્યો છે. જેમાં ઇયાન બેલ અને એલિસ્ટર કૂક સામેલ છે.

લોર્ડ્સમાં ભારતનો સર્વાધિક સ્કોર

લોર્ડ્સમાં ભારતનો સર્વાધિક સ્કોર

ચાલું ટેસ્ટ શ્રેણીમાં પહેલી ઇનિંગમાં ભારત દ્વારા કરવામાં આવેલા 295 રનનો સ્કોર ભારત દ્વારા લોર્ડ્સમાં પહેલી ઇનિંગમાં ફટકારવામાં આવેલો સૌથી સર્વાધિક સ્કોર છે.

English summary
Paceman Bhuvneshwar Kumar scalped four wickets as India hit back with two late strikes to wrest the initiative in the second cricket Test against England, despite Gary Ballance's gutsy century here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X