For Quick Alerts
For Daily Alerts

ફિલ્ડિંગ દરમિયાન સેહવાગ ઇજાગ્રસ્ત
નવીદિલ્હી, 4 નવેંબરઃ વિરેન્દ્ર સેહવાગને શનિવારે ઉત્તર પ્રદેશ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચમાં દિલ્હી તરફથી ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઇજા પહોંચી છે. આ ઘટના લંચ પછીના સત્રમાં થયેલી ઇશાંત શર્માની બોલમાં મોહમ્મદ કૈફના બેટને અડીને સ્લિપમાં ઉભેલા સેહવાગ પાસે ગઇ હતી.
દિલ્હીના સુકાની સેહવાગે કેચ છોડી દીધો અને બોલ બાઉન્ડ્રી બહાર જતી રહી હતી. આ દરમિયાન સેહવાગના જમણા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ સેહવાગ ફિલ્ડિંગ કરવા માટે મેદાન પર આવ્યો નહોતો અને મેચ પછી તે આંગળીમાં પટ્ટી બાંધેલી અવસ્થામાં જોવા મળ્યો હતો.
દિલ્હીના કોચ સંજીવ શર્માએ મેચ પછી કહ્યું કે સેહવાગ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા માટે ફિટ છે. તેમણે કહ્યું છે કે આંગળીમાં ઇજા પહોચી હતી જેતી સારવાર કરવી જરૂરી હતી. તેમાં કોઇ સ્ટિચ લાગી નથી અને તે બીજી ઇનિંગમાં બેટિંગકરવા માટે ફિટ છે.
Comments
virender sehwag ranji trophy delhi uttar pradesh injury વિરેન્દ્ર સેહવાગ રણજી ટ્રોફી દિલ્હી ઉત્તર પ્રદેશ ઇજા cricket
English summary
Delhi skipper and India opening batsman Virender Sehwag sustained an injury on the ring finger of his right hand during Delhi's Ranji Trophy game against Uttar Pradesh in Ghaziabad on Saturday.