41 વર્ષના થયા સૌરવ ગાંગુલી, લખશે આત્મકથા
નવી દિલ્હી, 8 જુલાઇ : ભારતીય ટીમને ફિક્સિંગના ઝાળામાંથી નીકાળીને એખ નીડર ટીમ બનાવનાર દાદા તરીકે સૌના ચહિતા સૌરવ ગાંગુલીનો આજે 41મો જન્મ દિવસ છે. આ અવસર પર એક અંગ્રેજી સમાચાર પત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ જરૂર પોતાના જીવન પર એક પુસ્તક લખશે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેઓ સાચા સમયની રાહ જોઇ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ પણ લાંબા ગાળા સુધી વ્યસ્ત રહ્યો હતો. હું હવે તેને લખવાનું શરૂ કરવાનું વિચારી રહ્યો છું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંગુલીની કારકિર્દી ખૂબ જ રસપ્રદ કિસ્સાઓથી ભરેલી છે. ગાંગુલી પોતાના આક્રમક અંદાદ માટે પણ ઓળખાતા હતા. વર્ષ 2000માં સ્ટીવ વોને તેમણે ટોસ માટે રાહ જોવડાવી. લોર્ડ્સના મેદાન પર જીતની ઉજવણીમાં પોતાની ટીશર્ટ ઉતારી દીધી.

ગાંગુલીની ઘણી વખત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સાથે તુલના કરવામાં આવે છે. પરંતુ ગાંગુલીનું માનવું છે કે ક્રિકેટમાં સરખામણી કરવી ખોટી બાબત છે. અને ખેલાડી અને કપ્તાનની ક્યારેય તુલના થવી જોઇએ નહી.












Click it and Unblock the Notifications
