For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL ટીમોની ટીકા કરવી યોગ્ય નથી:સુનિલ ગાવસ્કર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sunil-gavaskar
બેંગ્લોર, 19 ઑક્ટોબર: દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલી ચેમ્પિયન લીગ ટી20માં આઇપીએલની ટીમોના ખરાબ પ્રદર્શન પર તેમને બચાવ કરતાં ભારતના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે આઇપીએલ ટીમોની નિંદા ન કરવી જોઇએ. લોકોને એ સમજાવવું જોઇએ કે જ્યારે રમત શરૂઆત થાય છે ત્યારે વાતાવરણ સાથે તાલમેળ મેળવવામાં ખેલાડીઓને સમય લાગે છે.

તેમને કહ્યું હતું કે કેપટાઉન અને જોહાનિસબર્ગની પીચ ડર્બનથી થોડી અલગ છે, અહીં વાતાવરણ થોડું ગરમ છે. જેના કારણે પીચમાંથી જલદી ભેજ નીકળી જાય છે. જેથી ખેલાડીઓને તાળમેળ મેળવવામાં વધુ મુશ્કેલી આવશે નહી. ખેલાડી પોતાની ઘરેલુ પીચોથી ઘણા પરિચીત હોય છે.

ગાવસ્કરે કહ્યું હતું કે ભારતના ખેલાડી દક્ષિણ આફ્રિકાની પીચો પર સારું પ્રદર્શન કરી શકતા નથી તો અમારે એ ધ્યાન રાખવું પડશે કે આ દેશ રમવામાં આવેલા ગત ટૂર્નામેન્ટમાં ચેન્નઇ સુપરકિંગ્સ ટીમ જીતી હતી. ગાવસ્કરે તે વાતોનું ખંડન કર્યું છે કે ખેલાડી ફક્ત આઇપીએલમાં જ એક સાથે હોય છે માટે તેમનામાં એકતા નથી. જેમ કે બાકી ટીમના ખેલાડીઓમાં છે. તેમને કહ્યું હતું કે આ પ્રકારની વાતો હાસ્યાપદ છે.

ચેમ્પિયન્સ લીગની હવે પછીની મેચ દિલ્હી ડેયરડેવિલ્સ અને આકલેંડ વચ્ચે ડરબનમાં રમવામાં આવશે. જ્યારે આઇપીએલની કોઇપણ ટીમ અહીં સારું પ્રદર્શન કરી શકતી નથી, આવા સમયે દિલ્હીની ટીમની જવાબદારી એ બને છે કે તે સારું પ્રદર્શન કરે. દિલ્હી ડેયરડેવિલ્સ પાસે તક છે કે તે ચેન્નઇની સફળતાનું પુનરાવર્તન કરે.

(ઉપરોક્ત બાબતો સુનિલ ગાવસ્કરે દૈનિક જાગરણની કોલમમાં કરી હતી)

English summary
Former Indian great batsman Sunil Gavaskar says people should not criticize IPL teams on bad performance in Champions League T20.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X