For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો આઇપીએલ મેચ પર પ્રતિબંધ માટે ઇનકાર

|
Google Oneindia Gujarati News

spot fixing
નવી દિલ્હી, 21 મે : સુપ્રીમ કોર્ટે આઇપીએલના પ્લે ઓફ મેચ પર સ્ટે મૂકવા માટે ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનવણી કરતા આજે મંગળવારે કહ્યું કે આ મામલામાં તે હાલમાં હસ્તક્ષેપ કરવા માંગતી નથી.

જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇએ જણાવ્યું કે તેની તપાસ સમિતિ નિર્ધારિત સમયમાં તપાસ પૂરી કરે. એ બીસીસીઆઇની જવાબદારી છે કે તે આઇપીએલને એક જેન્ટલમેન ગેમ બનાવી રાખે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ તપાસ સમિતિથી 15 દિવસના અંદર રિપોર્ટ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં ત્રણ ખેલાડીઓની ધરપકડ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આઇપીએલમાં ફિક્સિંગની તપાસ પૂરી ના થઇ જાય ત્યા સુધી આઇપીએલની મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આઇપીએલની બાકીની મેચ પર પ્રતિબંધ લગાવવાની અરજીનો સ્વીકાર કરી તેની પર આજે બપોરે 2 વાગે સુનવણીમાં પોતાનો નિર્ણય સુણાવ્યો હતો. જેમાં કોર્ટે આ અરજીને ફગાવી દેતા કહ્યું કે કેટલાક લોકોના કારણે આખી રમત પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે આઇપીએલના પ્લે ઓફ મુકાબલા આજથી શરૂ થઇ રહી છે.

English summary
The Supreme Court dismissed a petition on Tuesday seeking to scrap the remaining matches of the country's lucrative Twenty20 cricket competition amid growing concerns about corruption in sport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X