For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાંત્રિકનો દાવો, રોનાલ્ડો રમી શકશે નહી વર્લ્ડકપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ronaldo.jpg
લિસ્બન, 7 જૂન: બ્રાજીલમાં આગામી અઠવાડિયાથી શરૂ થનાર વર્લ્ડકપ ફૂટબોલ શરૂ થવા જઇ રહ્યો છે. આ દરમિયાન પોર્ટુગલની ટીમ વર્લ્ડકપના ઠીક પહેલાં પોતાના સ્ટાર સ્ટ્રાઇકર અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઘુંટણની માંસપેશીઓમાં ખેંચાઇ જતાં ચિંતિત છે.

આ દરમિયાન ઘાનાના એક તાંત્રિકે દાવો કર્યો છે કે તેને જ પોતાની તંત્ર શક્તિ વડે રોનાલ્ડોને ઇજા પહોંચાડી છે અને હવે તે વર્લ્ડકપ રમી શકશે નહી. ઘાનાના આ તાંત્રિક નાના ક્વાવૂટ બોનસમનો દાવો છે કે તેને રોનાલ્ડોને સતત ઇજા પહોંચાડી છે અને દાવો પણ કર્યો છે કે રોનાલ્ડો કમ સે કમ ઘાના વિરૂદ્ધ તો રમી શકશે નહી.

તાંત્રિક બોનસમે કહ્યું 'હું જાણું છું રોનાલ્ડોને ઇજા વિશે અને હું તેના પર કામ કરી રહ્યો છું. આ ઇજા ક્યારેય પણ દવાઓથી ઠીક થઇ શકશે નહી કારણ કે આ સ્પરિચૂઅલ ઇજા છે. આજે તે ઘૂંટણમાં છે, કાલે જાંઘમાં થશે અને પછી બીજે ક્યાંક. હું તેને લઇને ખૂબ ગંભીર છું તે ઘાનાની વિરૂદ્ધ રમી શકશે નહી.

બીજી તરફ પોર્ટુગલ ફૂટબોલ એસોસિએશન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ઓફ ધ ઇયર રોનાલ્ડોએ ગત શનિવારે યૂનાન વિરૂદ્ધ મૈત્રી મેચમાં પણ ભાગ લીધો ન હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે રોનાલ્ડોની ડાબી જાંગમાં ઇજા છે. પોર્ટુગલ અને યૂનાન વચ્ચે તે મેચ ગોલ રહિત ડ્રો રહી હતી. પોર્ટુગલની ટીમ ન્યૂયોર્કની પાસે ટ્રેનિગ કરી રહી છે અને શુક્રવારે બોસ્ટનમાં મેક્સિકો સાથે મૈત્રી મેચ રમશે. પોર્ટુગલ વર્લ્ડ કપમાં પોતાની મેચ 16 જૂનના રોજ જર્મની વિરૂદ્ધ સાલ્વાડોરમાં રમશે.

English summary
A WITCH doctor known as “The Devil of Wednesday” has claimed credit for hexing soccer superstar Cristiano Ronaldo ahead of the World Cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X