For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લેમરની ભરપૂર આઇપીએલ સાથે જોડાયેલા વિવાદો

By Super
|
Google Oneindia Gujarati News

ગ્લેમર અને વિવાદથી એકપણ રમત અછૂતી રહી શકી નથી. એ પછી ફૂટબોલની હોય કે ક્રિકેટની. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા આપણને દરેક મેચમાં કોઇને કોઇ વિવાદ જોવા મળતો જ હોય છે, પરંતુ ભારતમાં શરૂ કરવામાં આવેલી અને સતત સફળ જઇ રહેલી આઇપીએલમાં પણ ઉક્ત બન્ને બાબતો જોવા મળી છે. એક ગ્લેમર અને બીજું વિવાદ. આ લીગ જેટલી તેમાં રમતા ખેલાડી અને તેમના પ્રદર્શનથી ચર્ચામાં રહી છે, તેના કરતા પણ વધારે તેની ચીયરલીડર્સ, સ્ડેડિયમમાં આવેલા સ્ટાર્સ, ગ્લમર્સ સેલિબ્રિટીઝ અને તેમની સાથે જોડાઇ રહેલા વિવાદોના કારણે ચર્ચામાં રહી છે.

લલિત મોદીનો વિવાદ હોય, હરભજન સિંહ અને શ્રીસંથના વિવાદથી લઇને શાહરુખ ખાને મેદાનના કર્મચારીઓ સાથે કરેલી વર્તણૂક અને મહિલાની છેડતી સુધીની તમામ બાબત આપણને આ ગ્લેમરથી ભરપૂર ક્રિકેટ લીગમાં જોવા મળી છે. 2008થી ચાલી રહેલી આ લીગની એકપણ શ્રેણી એવી નહીં હોય કે જેમાં કોઇ વિવાદના થયો હોય. ત્યારે અહીં આવા જ કેટલાક વિવાદ કે જે આ શ્રેણી સાથે જોડાયેલા છે, તેને અહીં જણાવવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આઇપીએલના કેટલાક ખાસ વિવાદોને.

લલીત મોદીને પદ પરથી હટાવાયા

લલીત મોદીને પદ પરથી હટાવાયા

ઇન્ડિયન પ્રિમીયર લીગનો વિચાર વહેતો મુકનાર અને તેને અત્યંત સફળ બનાવનાર આઇપીએલના પૂર્વ કમિશનર લલીત મોદી વિરુદ્ધ નાણાની ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમને આઇપીએલથી દૂર કરવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા બાદ તેઓ હાલ લંડનમાં રહી રહ્યાં છે.

શ્રીસંથને હરભજને ચોળી દીધો તમાચો

શ્રીસંથને હરભજને ચોળી દીધો તમાચો

આઇપીએલની પ્રથમ શ્રેણીમાં આ વિવાદ ચગ્યો હતો. એક મેચ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહેલા ઝડપી બોલર શ્રીસંથને મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી હરભજન સિંહે જોરદાર તમાચો ચોળી દીધો હતો

કોચીનો ફિયાસકો

કોચીનો ફિયાસકો

આઇપીએલમાં આગાઝ કરતાની સાથે જ અંત તરફ પહોંચી ગયેલી આઇપીએલની ટીમ કોચી ટસ્કર કેરળ પૈસાને લઇને વિવાદમાં ફસાઇ ગઇ હતી. જેમાં રાજકીય નેતા શશી થરૂર અને તેમના પત્ની સુનંદા પુષ્કરનું નામ પણ જોડાયું હતું. બાદમાં બીસીસીઆઇ દ્વારા કોચીની ટીમને ટર્મીનેટ કરી નાંખી હતી.

સ્પોટ ફિક્સિંગનો આરોપ

સ્પોટ ફિક્સિંગનો આરોપ

એક ચેનલ દ્વારા આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરવામાં આવ્યું હોવાનું સ્ટિંગ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. આ સમાચાર વહેતા થતાની સાથે જ બીસીસીઆઇ દ્વારા પાંચ ખેલાડીઓ શાલભ શ્રીવાસ્તવ, ટીપી સુભિન્દ્રા, અભિનવ બાલી, મોહનિષ મિશ્રા, અમિત યાદવને ક્રિકેટના તમામ ફોર્મેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધા હતા અને તેમના વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.

ખેલાડી પર યુવતીની છેડતીનો આરોપ

ખેલાડી પર યુવતીની છેડતીનો આરોપ

2011માં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ તરફથી આઇપીએલમાં આગાઝ કરનાર ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડર બેટ્સમેન લુક પોમેર્સબીચને રોયલ ચેલેન્જર બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જો કે તે તેની ક્રિકેટિંગ સ્કિલના કારણે ચર્ચા આવ્યો નહતો, પરંતુ ભારતીય મૂળની અમેરિકન મહિલાની છેડતી કરવા બદલ દિલ્હી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતા તેણે ખાસ્સો વિવાદ ચગાવ્યો હતો.

બોલિવુડના કિંગ ખાન પર પ્રતિબંધ

બોલિવુડના કિંગ ખાન પર પ્રતિબંધ

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે શાહરુખ ખાન પર પાંચ વર્ષો પ્રતિબંધ લાદી દીધો છે. તેના પર એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે કોલકતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી એક મેચ દરમિયાન સ્ટેડિયમના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી અને એ સમયે તે નશાની હાલતમાં હતો.

શેન વોર્ન વિ સંજય દિક્ષિત

શેન વોર્ન વિ સંજય દિક્ષિત

ગયા વર્ષે શેન વોર્ન અને સંજય દિક્ષિત વચ્ચે જોરદાર વિવાદ સર્જાયો હતો. જયપુર ખાતે રમાયેલી એક આઇપીએલ મેચ દરમિયાન બેંગ્લોર સામે તેની ટીમનો પરાજય થયા બાદ તેણે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સંજય દિક્ષિત સાથે ગેરવર્તણૂક કરી હતી, શેન વોર્ને જયપુરની પીચને લઇને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ વર્તણૂક બદલ શેન વોર્નને દંડ ફટકારવામાં આવ્યો હતો.

કેકેઆરમાંથી દાદાની હકાલપટ્ટીથી કોલકતામાં વિરોધ

કેકેઆરમાંથી દાદાની હકાલપટ્ટીથી કોલકતામાં વિરોધ

શાહરૂખ ખાનની ટીમ કોકલતા નાઇટ રાઇડર્સમાંથી ટીમ ઇન્ડિયાના પૂર્વ સફળ સુકાની અને બેંગોલ ટાઇગર તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ કોલકતામાં તેનો જોરદાર વિરોધ નોંધાયો હતો. જો કે, બે વર્ષ બાદ કોલકતાએ દાદા વગર જ ટીમનો સ્વિકાર કર્યો હતો અને વિવાદ સમ્યો હતો.

રવિન્દ્ર જાડેજા પર પ્રતિબંધ

રવિન્દ્ર જાડેજા પર પ્રતિબંધ

બીજી શ્રેણીમાં સૌથી મોંઘી કિંમત પર ખરીદાયેલા રાજસ્થાન રોયલ્સના પૂર્વ ખેલાડી રિવન્દ્ર જાડેજા પર 2010માં રમવા પર પ્રતિબંદ મુકી દેવામાં આવ્યો હતો. તેના પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક ટીમ સાથે તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હોવા છતાં પણ તે બીજી ટીમ સાથે કોન્ટ્રાક્ટને લઇને ચર્ચા કરી રહ્યો હતો.

English summary
The Indian Premier League has always been about three Cs Cash, Cricket and Controversies. Ever since it started in 2008, there has been an abundance of all three.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X