For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલી ક્રિકેટર ઓફ ધ યર, સર્વશ્રેષ્ઠ ટીમ પાકિસ્તાન

|
Google Oneindia Gujarati News

virat kohli
નવીદિલ્હી, 5 જાન્યુઆરીઃ ગત વર્ષે ભારત તરફથી ક્રિકેટના ત્રણેય સ્વરૂપમાં સર્વાધિક રન બનાવનાર વિરાટ કોહલીને નવી દિલ્હી ખાતે સિએટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ તકે સુનીલ ગાવસ્કર, કપીલ દેવ, વસીમ અકરમ સહિત ભારત અને પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટર્સને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની ટીમને વર્ષ 2011-12 માટે સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે. પાકિસ્તાનની ટીમ તરફથી આ એવોર્ડ અકરમે કપિલ પાસેથી આ એવોર્ડ હાંસલ કર્યો હતો. અકરમે કહ્યું કે, મારા માટે આ મોટા સન્માનની વાત છે કે હું પાકિસ્તાનની ટીમ તરફથી આ એવોર્ડ હાંસલ કરી રહ્યો છું.

કોહલી ઉપરાંત દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા અને શ્રીલંકાના કુમાર સંગાકારા પણ આ એવોર્ડની રેસમાં હતા. કોહલી એવોર્ડ લેવા માટે ઉપસ્થિત નહોતો. અકરમે ભારતના આ યુવા બેટ્સમેનના ભરપેટ વખાણ કર્યા અને તેને ધોનીના સ્થાને સુકાનીપદનો યોગ્ય દાવેદાર ગણાવ્યો હતો.

અકરમે કહ્યું કે, તે વિશેષ ખેલાડી છે. શ્રેષ્ઠ ફિલ્ડર છે અને અન્ડર 19થી તે નેતૃત્વ અંગે જાણે છે. એશિયાના બ્રેડમેનના નામથી જાણીતા જહીર અબ્બાસને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાવસ્કરને ટેસ્ટ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને કપીલ દેવને સર્વશ્રેષ્ઠ બોલરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વનડેમાં પાકિસ્તાનના પૂર્વ સુકાની ઇન્ઝમામ ઉલ હકને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને અકરમને સર્વશ્રેષ્ઠ બોલર જાહેર કરવામાં આવ્યા હતા.

English summary
Young Indian batsman Virat Kohli on Friday bagged the International Cricketer of the Year award while Pakistan was named as the Best International Cricket Team in the 2011 2012 season.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X