For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિત્રએ લગાવી વાટ, વિજેન્દર લેતો હતો ડ્રગ્સ

By Super
|
Google Oneindia Gujarati News

Vijender-Singh
ચંદીગઢ, 9 માર્ચ: પંજાબના તસ્કારના ફ્લેટમાંથી મળેલા હેરોઇન કેસમાં ઓલ્મિપિયન બોક્સ વિજેન્દર સિંહ ફસાતા જોવા મળે છે. પોલીસની પુછપરછમાં વિજેન્દરના બોક્સર મિત્ર હવલદાર રામ સિંહે જણાવ્યું હતું કે ડ્રગ્સ તસ્કરી સાથે વિજેન્દરને કોઇ લેવા-દેવા નથી, પરંતુ નશો કરવા માટે ડ્રગ્સ લેતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રામ સિંહે પોલીસને જણાવ્યું હતું કે વિજેન્દરને ગત વર્ષે ડિસેમ્બરમાં થોડી માત્રામાં ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. રામ સિંહના જણાવ્યા અનુસર 2012થી અત્યાર સુધી ડ્રગ્સ ડીલર અનૂપ સિંહ કાહલોને 5 વાર મળી ચૂક્યાં છે. આગળની તપાસમાં કેટલાક ખેલાડીઓના નામ પણ સામે આવી શકે છે. રામ સિંહનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રામ સિંહે જણાવ્યું હતું કે 'વિજેન્દ્ર અત્યાર સુધી ચાર-પાંચ વાર ડ્રગ્સ લઇ ચુક્યાં છે. તેને જણાવ્યું હતું કે અનુપ સિંહ કાહલો અને જગદીશ ભોલા તેને છેલ્લાં કેટલાક વર્ષોથી ઓળખે છે, જ્યારે વિજેન્દર સાથે એક જુનો સંબંધ છે. કહેવામાં આવે છે કે તસ્કર કાહલોએ રામ સિંહે ડ્રગ્સ તસ્કરી માટે ફંડિંગ કરતો હતો અને રામ સિંહ ભારતમાં રહીને કાહલોના કામ પતાવતો હતો.

130 કરોડ રૂપિયાના 26 કિલોગ્રામ હેરોઇન કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસ દરમિયાન જીરખપુરની શિવાલિક સોસાયટીના ફ્લેટના સામેથી મળી આવેલી સફેદ કાર વિજેન્દરની પત્ની અર્ચનાની હોવાનું જાણવા મળ્યું. આ કારનો ઉપયોગ વિજેન્દર કરતો હતો. આ કારમાંથી પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. પરંતુ અનૂપ સિંહે બોક્સર વિજેન્દર સિંહ અને રામ સિંહ સહિત કેટલાક ખેલાડીઓ વિશે પોલીસ સમક્ષ ખુલાસા કર્યા હતા.

બીજી તરફ હરિયાણા પોલીસમાં ડીએસપી રેંકના અધિકારી વિજેન્દરને પંજાબ પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલા ડ્રગ્સ તસ્કર સાથે સંબંધ રાખવાના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે પાયાવિહોણા આરોપો ખોટા સાબિત થશે. લુધિયાણા રેંજના ડીઆઇજી એમ એફ ફારૂકીએ મોડી રાત્રે એક નિવેદન જાહેર કરી અનૂપ સિંહને વિજેન્દર સિંહને રામ સિંહ સહિત કેટલાક ખેલાડીઓ વિશે સનસનીખેજ દાવા કર્યા છે, જે અંગે હાલ તપાસ કરી ચાલુ છે. તેમને કહ્યું હતું કે વિજેન્દરને પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

આ પહેલાં ફારૂકીએ ફતેગઢ સાહિબમાં કહ્યું હતું કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વિજેન્દરનો ડ્રગ્સ ડીલર સાથે કોઇ સીધો સંબંધ નથી. તેમને જણાવ્યું હતું કે બોક્સર રામ સિંહને ફતેહગઢ સાહિબ પોલીસે 8 માર્ચના રોજ તપાસમાં ભાગ લેવા માટે બોલાવ્યા હતા પરંતુ તેની ધરપકડ કરવામાં આવી નથી. તપાસ ચાલુ છે અને તપાસ પુરી થયા બાદ વધુ જાણકારી આપવામાં આવશે.

English summary
Boxer Ram Singh has confessed to meeting drug dealer Anoop Singh Kahlon and purchasing heroin from him, TV channels reported on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X