For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિડનીમાં વિરાટે ફટકારી શ્રેણીની ચોથી સદી, તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

સિડની, 8 જાન્યુઆરી: પોતાની કારકિર્દીની સોનેરી પળોમાંથી પસાર થઇ રહેલા વિરાટ કોહલીએ સિડની ટેસ્ટમાં શાનદાર પારી ખેલતા પોતાના ટેસ્ટ કેરીરયરની દસમી સદી ફટકારી દીધી છે. કપ્તાન કરીતે આ ટેસ્ટ મેચમાં રમી રહેલા વિરાટે ખૂબ જ સંયમિત રહીને આક્રમક પારી ખેલી છે જેના વખાણ કરવામાં આવે એટલાં ઓછા છે. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે વિરાટ કોહલી 140 રન પર અણનમ રમી રહ્યો છે, જ્યારે તેની સામે વૃદ્દીમાન શાહા 14 પર રમી રહ્યો છે. રાહુલે પણ ત્રીજી વિકેટ માટે 110 રન બનાવ્યા હતા અને રોહિત શર્મા 53 રન બનાવી શક્યો હતો.

virat kohli
વિરાટે માત્ર સદી જ નહીં પરંતુ એક ઇતિહાસ પર રચી દીધી છે. પોતાની આ સોનેરી સદી સાથે જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એક જ શ્રેણીમાં 4 સદી બનાવનાર પહેલા ભારતીય બેટ્સમેન બની ગયા છે. જેના પગલે વિરાટે દેશના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના રેકોર્ડને તોડી પાડ્યો છે.

નોંધનીય છે કે વિરાટ કોહલીએ ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણીમાં ચાર સદી ફટકારી ચૂક્યા છે. તેમણે એડિલેડની બંને પારીઓમાં, મેલબોર્નમાં એક અને હવે સિડનીમાં સદી ફટકારી દીધી છે. આપને જણાવી દઇએ કે માસ્ટર બ્લાસ્ટર સુનીલ ગાવસ્કરે વર્ષ 1977-78માં એક જ શ્રેણીમાં ત્રણ સદી લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો જેને વિરાટ કોહલીએ ચાર સદી ફટકારીને તોડી પાડ્યો છે.

English summary
Virat Kohli has become the second Indian after Sunil Gavaskar to score four centuries in a Test series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X