For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલી બન્યો વન-ડેનો સર્વશ્રેષ્ઠ ખેલાડી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

virat-kohali
નવી દિલ્હી, 11 માર્ચ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી વિરાટ કોહલીને ક્રિકેટની એક વેબસાઇટે વર્ષ 2012ના શ્રેષ્ઠ વન-ડે ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઇગ્લેંડના કેવિન પીટરસન શ્રેષ્ઠ ટેસ્ટ બેસ્ટમેનનો પુરસ્કાર પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે. એક કાર્યક્રમમાં વિરાટ કોહલીને ગત વર્ષે આયોજીત સીબી સીરીજ દરમિયાન શ્રીલંકા વિરૂદ્ધ અણનમ 133 રન ફટકારવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલી આ બેટીંગના કારણે ભારતે 321 રનોનું લક્ષ્ય 37 ઓવરોમાં પ્રાપ્ત કર્યો હતો.

શ્રેષ્ઠ ટેસ્ટ બેસ્ટમેનનો પુસ્કાર પીટરસનને મળ્યો હતો. પીટરસને ગત વર્ષે ભારત વિરૂદ્ધ મુંબઇમાં 186 રનો ફટકાર્યા હોવાથી આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના વેરનાન ફિલેન્ડરને શ્રેષ્ઠ ટેસ્ટ બોલરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

શ્રીલંકાના હરફનમૌલા ખેલાડી થિસિરા પરેરાને પાલેકેલેમાં પાકિસ્તાન વિરૂદ્ધ 44 રન આપી છ વિકેટ લેવા બદલ 2012ના શ્રેષ્ઠ વને-ડે બોલર માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે વેસ્ટઇન્ડિઝના માર્લન સૈમુએલ્સને વર્લ્ડકપ ફાઇનલમાં 78 રનોના દાવ માટે શ્રેષ્ઠ ટ્વેન્ટી-20 બોલરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. શ્રીલંકાના લસિથ મલિંકાને ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ઇગ્લેંડ વિરૂદ્ધ 31 રનો પર પાંચ વિકેટ લેવા બદલ 2012ના વર્ષનો શ્રેષ્ઠ ટ્વેન્ટી-20 બોલરનો એવોર્ડ મળ્યો હતો.

જે 14 સભ્યોની જ્યૂરી બનાવવામાં આવી હતી. તેમાં રાહુલ દ્રવિડ, ઇયાન ચેપલ, રમીજ રાજા, જ્યૌફ બાયકોટ, સંજય માંજરેકર અને રસેલ અનાર્લ્ડ જેવા ક્રિકેટરોનો સામેલ હતા.

English summary
The one-day batting award went to Virat Kohli for his unbeaten 133 in India's chase of 320 against Sri Lanka in the CB Series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X