For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૈસલાબાદમાં જ્યારે ક્રિકેટમાંથી વેઇટર બન્યો સચિન

|
Google Oneindia Gujarati News

sachin-tendulkar
સચિન તેંડુલકરને યાદ કરવામાં આવે ત્યારે એક બેટ સાથેની તેમની છબી આંખો સમક્ષ તરવરી ઉઠે છે અને પોતાના પ્રદર્શનના કારણે જ તે જાણીતો છે, પરંતુ એક વખત તેણે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન પોતાના સાથીઓ માટે વેઇટરનું કામ કર્યું અને તેમના માટે ડ્રિન્ક્સ બનાવ્યું અને બધાને આપ્યું હતું. આ વાત 'ધ હિન્દુ' સમાચાર પત્રમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે પોતાની કોલમમાં લખી છે.

ભારતીય ટીમ સાથે સારા સંબંધો નહીં રાખનાર ગ્રેગ ચેપલે કહ્યું કે ભારતીય ખેલાડીઓની જીવન શૈલી અલગ-અલગ હોય છે. જેના કારણે તે મેદાન બહાર વધારે સમય એક સાથે નથી વિતાવતા. તેથી મે તેમને એક સ્થાન પર એકઠાં કરવા માટે એક પ્રાઇવેટ ડિનર પાર્ટીનું આયોજન કર્યું. જેમાં સચિને એક વેઇટરની ભૂમિકા નિભાવી. આ દરમિયાન તેણે ટીમના અન્ય સાથીઓ અને મેનેજમેન્ટ માટે ડ્રિન્ક્સ બનાવ્યું અને તે બધાને આપ્યું.

ચેપલે કહ્યું કે એ દિવસે મે સચિનને તેના સ્વભાવથી બિલકૂલ વિપરીત જોયો. તે ઘણો જ ખુલીને હસી મજાક કરી રહ્યો હતો અને બધાનું મનોરંજન કરી રહ્યો હતો. આ અમારા બધા માટે એક ખાસ પળ હતી. મે અનુભવ્યું છે કે મોટાભાગે તે શાંત રહે છે અને મે જોયું કે તેનો વધુ એક રૂપ પણ હોઇ શકે છે.

નોંધનીય છે કે પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રેગ ચેપલ ટીમ ઇન્ડિયાના કોચ પણ રહી ચૂક્યા છે, પરંતુ તેમનો કાર્યકાળ ઘણો જ વિવાદાસ્પદ રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે તેમના કારણે ટીમના ખેલાડીઓમાં મનમોટાવ જેવી સ્થિતિ આવી ગઇ હતી. ગ્રેગે એમ પણ કહ્યું કે ભારતના કોચ બનવું તેમના માટે ઘણું જ પડકારજનક હતું. તેમણે પોતાની કોલમમાં સચિનની પ્રશંસા કરી અને કહ્યું કે ઓસ્ટ્રેલિયા નાગરિક સચિનનું ઘણું જ સન્માન કરે છે. તાજેતરમાં જ તેમને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આ સન્માન બન્ને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધ વધારવામાં કરવામાં આવેલા યોગદાન બદલ આપવામાં આવ્યું છે.

English summary
A bat in hand is the normal sight a cricket fan identifies Sachin Tendulkar with. But, do you know that the Master Blaster once swapped his role as a batsman to bartender.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X