For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી20 વર્લ્ડકપ: શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ફાઇનલ જંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chris gayle mahela
કોલંબો, 7 ઑક્ટોબર: ટી20 વર્લ્ડકપ 2012 હવે ચરણમાં પહોંચી ગયો છે. આજે ટી20 વર્લ્ડકપનો તાજ કોણ લઇ જશે જે અંગેનો ફેંસલો આજે રમાવનારી મેચ બાદ ખબર પડશે. વેસ્ટઇન્ડિઝ માટે શ્રીલંકાઇ બોલરો એક પડકારરૂપ બની રહેશે તો બીજી તરફ શ્રીલંકા માટે ક્રિસ ગેઇલ નામના વાવાઝોડુ માથાના દુખાવા સમાન બની રહેશે. ગેઇલ હાલમાં પ્રચંડ ફોર્મમાં છે. ગેઇલની આક્રમક ઇનિંગ સામે ઓસ્ટ્રેલિયન ટીમ ઘૂંટણીયે પડી ગઇ હતી.

આજની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ગેઇલ એક મોટો પડકારરૂપ છે. જો વિશ્વકપમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો શ્રીલંકાની ટીમે એકસાથે મળીને સારું પ્રદર્શન કર્યું છે તો બીજી તરફ વેસ્ટઇન્ડિઝની ગેઇલ પર નિર્ધર છે.

વેસ્ટઇન્ડિઝ આજે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવનારી ફાઇનલ મેચ જીતીને લાંબાગાળા બાદ કોઇ આઇસીસી ટ્રોફી જીતવા ઇચ્છશે. વેસ્ટઇન્ડિઝની ટીમે વર્ષ 2004માં ઇગ્લેંડમાં આઇસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. જો શ્રીલંકાએ સતત સારું પ્રદર્શન કરતાં વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં અને 2011માં વર્લ્ડકપની ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકાએ ટી20 વર્લ્ડકપ 2009ની ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ વિજય મેળવવામાં નિષ્ફળતા મળી હતી.

શ્રીલંકા પાસે આ વર્લ્ડકપ જીતવાનો સોનેરી અવસર છે. આજની આ ફાઇનલ મેચમાં કઇ ટીમ વિજેતા બનશે તેનો અંદાઝો લગાવવો ઘણો મુશ્કેલ છે.

English summary
Here are two teams desperate for a global trophy. The wait for one of them will end on Sunday with the ICC World Twenty20 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X