નદી કિનારે વસેલું ગામ બની ગયું ‘ઇંટોનું શહેર’
ઉત્તર પૂર્વના સૌથી ઝડપથી આગળ વધતા શહેરોમાનું એક દીમાપુર, નાગાલેન્ડનું પ્રવેશદ્વાર છે. એક સમયે તે સામ્રાજ્યની સમૃદ્ધ રાજધાની હતુ, આજે ભલે તે રાજ્યની રાજધાની ના હોય પરંતુ અહીંનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીંની સુવિધાઓ કોઇ રાજધાનીમાં જોવી મળતી સુવિધાઓથી ઓછી નથી. દીમાપુર શબ્દ દિમાસામાંથી આવ્યો છે. જેમાં ‘દિ' એટલે પાણી, ‘મા' એટલે વિશાળ અને ‘પુર' એટલે શહેર છે. આ પ્રકારે દીમાપુરનો અર્થ વિશાળ નદીની નજીકનો શહેર તેવો થાય છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો શહેર પાસેથી ઘનસિરી નદી વહેતી હતી.
દીમાપુર શહેરનો એક લાંબો ઇતિહાસ છે, કારણ કે દીમાસાસના સામ્રાજ્યની રાજધાની ગણાતું હતું, જે કછારી દ્વારા શાસિત હતુ. પુરાતાત્વિક અવશેષો, જે દીમાપુરની આસપાસ હજુ પણ ફેલાયેલા જોવા મળે છે, જેનાથી માલુમ પડે છે કે, રાજધાની સંપૂર્ણપણે સુરક્ષિત શહેર હતું. દિમાસા સામ્રાજ્યની આસપાસ મેદાનો આવેલા હતા અને આજે જે આસામનો ઉપરનો ભાગ છે, તે ત્યાં પડે છે. આ પ્રાચિન શહેરનું પ્રમાણ અહીંના કેટલાક મંદિરો, તટો, તટબંધો વિગેરે છે. આ ઐતિહાસિક સ્થળ એ વાતનું પ્રમાણ પણ છે કે, હિન્દુ દર્ણ દિમાસાસનું પ્રચલિત ધર્મ હતો.
જો કે, એ નિષ્કર્ષ પણ કાઢવામાં આવે છે કે, દિમાસાસ ગૈર આર્ય હતા અને મોટીમાત્રામાં આ ભાગમાં પ્રાચિન આદિવાસી સત્તારૂઢ હતા. આધુનિક ઇતિહાસમાં પણ, દીમાપુરે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. કારણ કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ ભારત અને શાહી જાપાન વચ્ચે કાર્યવાહી કેન્દ્ર હતું. દીમાપુર થઇ જાપાનીઓ દ્વારા સહાયતા માટે નવી સેના લાવવાના કારણે કોહિમા પણ હુમલો થયો અને આ હુમલો બીજા વિશ્વયુદ્ધની મહત્વપૂર્ણ લડાઇઓમાની એક છે, અને તેના કારણે જ અનેક ઇતિહાસકારો દીમાપુરને ઇંટોનું શહેર પણ કહેવા લાગ્યા. તો ચાલો તસવીરો થકી જાણીએ નદી કિનારે વસેલા શહેર દીમાપુર અંગે.

કછારી ખંડર
કછારી ખંડરની વિશાળ સંરચના

દીમાપુરનો કછારી ખંડર
આ કછારી ખંડરનો પ્રવેશદ્વાર છે.

દૂરનું દ્રશ્ય
આ તસવીરમાં કછારી ખંડરનું દૂરનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.

એક છબી
કછારી ખંડરની એક છબી

હસ્તશિલ્પ ગામ
દીજ્ફે હસ્તશિલ્પ ગામનું એક દ્રશ્ય

દીજ્ફે હસ્તશિલ્પ
દીજ્ફે હસ્તશિલ્પ ગામમાં શેલમાંથી બનેલા આભુષણ

હસ્તશિલ્પ પર કામ કરી રહેલો કારીગર
દીજ્ફે હસ્તશિલ્પ ગામમાં કામ કરી રહેલો કારીગર

કળાનો નમૂનો
દીજ્ફે હસ્તશિલ્પ ગામનો એક કળાનો નમૂનો દર્શાવવામાં આવ્યો છે.

પ્રાણી ઉદ્યાનની તસવીર
આ તસવીરમાં દીમાપુર ખાતે આવેલા પ્રાણી ઉદ્યાનમાં રાખવામાં આવેલા હરણની છે.

પ્રાણી ઉદ્યાનની અન્ય એક તસવીર
આ તસવીરમાં દીમાપુર ખાતે આવેલા પ્રાણી ઉદ્યાનમાં રાખવામાં આવેલા રીંછની છે.

ગ્રીન પાર્ક
પાર્કના કિનારે આવેલો માર્ગ

સુંદર દ્રશ્ય
આ તસવીરમાં ગ્રીન પાર્કનું સુંદર દ્રશ્ય

ગ્રીન પાર્કની હરિયાળી
આ તસવીરમાં ગ્રીન પાર્કની હરિયાળી દર્શાવવામાં આવી છે.

ગ્રીન પાર્કની અન્ય એક તસવીર
આ તસવીર ગ્રીન પાર્કની છે.

શિવ મંદિર
દીમાપુરમાં આવેલું શિવ મંદિર

નાગાલેન્ડ વિજ્ઞાન કેન્દ્ર
આ દ્રશ્ય દીમાપુરમાં આવેલા નાગાલેન્ડ વિજ્ઞાન કેન્દ્રનું છે.

વિજ્ઞાન કેન્દ્રની અંદરનું દ્રશ્ય
દીમાપુરમાં આવેલા નાગાલેન્ડ વિજ્ઞાન કેન્દ્રની અંદરનું દ્રશ્ય

વિજ્ઞાન કેન્દ્રની અન્ય એક તસવીર
દીમાપુરમાં આવેલા નાગાલેન્ડ વિજ્ઞાન કેન્દ્રની તસવીર