For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળની ખાડી નજીક વિકાસની સરિતા વહાવે છે ગુંટુર

|
Google Oneindia Gujarati News

ગુંટુર, દક્ષિણ ભારતીય રાજ્ય, આંધ્ર પ્રદેશમાં સ્થિત એક શહેર છે, જે બંગાળની ખાડીથી લગભગ 60 કિ.મીના અંતરે આવેલું છે. આ શહેર આંધ્ર પ્રદેશની રાજધાની, હૈદરાબાદના દક્ષિણ પૂર્વીય ભાગમાં સ્થિત છે અને ત્યાંથી 266 કિ.મીના અંતરે છે. 2012માં ગુંટુરની સરહદ ઘણી વધારી દેવામાં આવી હતી અને તેમાં 10 ગામોને સામેલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તે આંધ્ર પ્રદેશનું ત્રીજું સૌથ મોટું શહેર બની ગયું છે. ગુંટુર, આંધ્ર પ્રદેશ રાજ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેને ત્યાંના પ્રશાસનનું ઉદ્ગમ સ્થળ માનવામાં આવે છે, કારણ કે અહી અનેક શિક્ષણ અને પ્રશાસનિક સંગઠન છે.

ગુંટુર, આંધ્ર પ્રદેશનું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. અહીં કોદાવિદુ કિલ્લો, ઉંદાવલ્લી ગુફાઓ, અમરવતી, ઉપ્પાલપાદુ ગાર્ડન અને પ્રકાસમ બૈરજ વિગેરે પ્રમુખ છે. ગુંટુરમાં ઉષ્ણકટિબંધીય જળવાયુ છે. અહીં ગરમીની ઋતુમાં હવામાન ગરમ અને શુષ્ક રહે છે. શિયાળામાં ઠંડક અને ચોમાસામાં ભારે વરસાદ થાય છે.

ગુંટુર જિલ્લાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે, આ લગભગ 500 ઇ.પૂ.થી અસ્તિત્વમાં છે. આના જેટલો પ્રાચીન ઇતિહાસ દક્ષિણ ભારતના અન્ય કોઇ ક્ષેત્રમાં નથી. પ્રાચીન કાળ દરમિયાન, ભટ્ટીપ્રોલુના રાજ્ય, વર્તમાનના ગુંટુર જિલ્લાની બહાર હતું. જે અંગેની માહિતી 922-929 સી.ઇ.ની વચ્ચે શાસન કરનારા અમરરાજા પ્રથમ સાથે જોડાયેલા, તેમના કાળની પ્લેટો પર કરવામાં આવેલી કોતરણીથી સ્પષ્ટ રીતે મળે છે. આ એક વેંગી ચાલુક્ય રાજા હતા. ગુંટુરમાં 1147 સીઇ અને 1158 સીઇ દરમિયાનના શિલાલેક પણ મળી આવે છે. આ શિલાલેખ દર્શાવે છેકે ગુંટુરનું પહેલા સંસ્કૃત નામ-ગ્રથાપૂરી હતું, જેનો અર્થ થાય છે, તળાવોથી ઘેરાયેલું. ગુંટુરનો આધુનિક ઇતિહાસ, યુરોપિયનના આવવાથી શરૂ થાય છે.

આ શહેરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર નવા યુગના રૂપમાં ઘણી ખ્યાતિ પ્રાપ્ત છે. ખરા અર્થમાં, ફ્રેન્ચ આ શહેરના વિકાસથી ઘણા પ્રભાવિત થયા હતા અને તેના કારણે એ લોકોએ ગુંટુરમાં 1952માં પોતાનું મુખ્યાલય બનાવી લીધું. ત્યારબાદ નિઝામો અને હૈદર અલીએ અહીં શાસન કર્યું. 1788માં અંગ્રેજોએ આ વિસ્તાર પર સંપૂર્ણપણે કબ્જો કરી લીધો. અહીં 1890માં રેલવે ટ્રેક પાથરવામાં આવ્યા. તેને કૃષિ કેન્દ્રના રૂપમાં વિકસિત કરવામાં આવ્યું. આ ક્ષેત્રનો વિકાસ આઝાદી બાદ પણ થતો રહ્યો અને આજે પણ આ શહેરમાં અનેક વિકાસ કાર્યો ચાલતા રહે છે. તો ચાલો તસવીરો થકી આ ગુંટુરને નિહાળીએ.

મંગલાગિરી

મંગલાગિરી

ગુંટુરમાં આવેલા મંગલાગિરીનું બહારનું દ્રશ્ય

મંગલાગિરીનો લો એંગલ વ્યૂ

મંગલાગિરીનો લો એંગલ વ્યૂ

ગુંટુરમાં આવેલા મંગલાગિરીનો લો એંગલ વ્યૂ

સુંદર મંદિર

સુંદર મંદિર

ગુંટુરમાં આવેલું મંગલાગિરી, સુંદર મંદિર

શિવલિંગ

શિવલિંગ

ગુંટુરમાં આવેલા કોતાપ્પકોંદા ખાતે શિવલિંગ

કોતાપ્પકોંદો

કોતાપ્પકોંદો

ગુંટુરમાં આવેલું કોતાપ્પકોંદા

કોતાપ્પકોંદો

કોતાપ્પકોંદો

ગુંટુરમાં આવેલું કોતાપ્પકોંદા

કોતાપ્પકોંદો

કોતાપ્પકોંદો

ગુંટુરમાં આવેલું કોતાપ્પકોંદા

કોંદાવીડ્ ફોર્ટ

કોંદાવીડ્ ફોર્ટ

ગુંટુરમાં આવેલું કોંદાવીડ્ ફોર્ટ

કોંદાવીડ્ ફોર્ટ

કોંદાવીડ્ ફોર્ટ

ગુંટુરમાં આવેલું કોંદાવીડ્ ફોર્ટ

ઉપ્પલાપદૂ નેચર કન્ઝર્વેશન

ઉપ્પલાપદૂ નેચર કન્ઝર્વેશન

ગુંટુરમાં આવેલું ઉપ્પલાપદૂ નેચર કન્ઝર્વેશન

English summary
Guntur is a city in the southern Indian state of Andhra Pradesh, located roughly 60 km from the Bay of Bengal. The city lies on the south eastern side of Hyderabad, the capital of both Telengana and Seemandhra, and is at a distance of 266 km from the state capital. The city limits of Guntur were expanded in 2012, to include ten villages that surround the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X