For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ, ઇતિહાસ અને વાસ્તુકળાનું શહેર એટલે જુન્નર

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર રાજ્યના પૂણે જિલ્લામાં સ્થિત જુન્નર ઘરેલુ પ્રવાસીઓ વચ્ચે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. જુન્નર શહેર પોતાના ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક આકર્ષણો જેવા પ્રાચીન મંદિરો અને ઉત્કૃષ્ઠ વાસ્તુકળાની ગુફાઓ અને કિલ્લાઓ માટે પ્રસિદ્ધ છે. સહ્યાદ્રી પર્વત શ્રેણીની નીચે સ્થિત જુન્નર પૂણેના ઉત્તરમાં લગભગ 90 કિ.મીના અંતરે દૂર છે અને મુંબઇ મહાનગરથી લગભગ 100 કિમીના અંતરે છે. આ સમુદ્રની ધરતીથી લગભગ 2260 ફૂટની ઉંચાઇ પર છે.

જુન્નરનું ઇતિહાસ ઘણું જ સમૃદ્ધ છે જે લગભગ એક હજાર વર્ષ જૂનું છે. આ ઐતિહાસિક સ્થળ શિવનેરી કિલ્લા પાસે સ્થિત છે, જે ભારતના મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી રાજે ભોસલેનું જન્મ સ્થળ છે. જુન્નર વાસ્તવમાં જિમા નગરના નામથી ઓળખાતુ હતું અને શક રાજવંશના રાજા નહાપનની આધીન હતુ, જ્યારે તેના પર સાતવાહન રાજવંશના રાજા સાતકરણએ કબજો કરી લીધો ત્યારે તેમણે નાનેઘાટ પર નજર રાખવા માટે શિવનેરી કિલ્લાનું નિર્માણ કર્યું હતું, જે એ સમયનો વ્યાપારિક રસ્તો હતો.

જુન્નરની ગુફાઓના કારણે જુન્નર એક વાસ્તુકળા કેન્દ્રના રૂપમાં પ્રસિદ્ધ છે. અહીં ત્રણ ગુફા સમૂહ છે, મનમોદી હિલ સમૂહ, ગણેશ લેના સમૂહ અને તુલજા લેના સમૂહ. આ તમામ સુંદર મૂર્તિઓના ગઠનથી બનેલી છે. આ ઉપરાંત લેન્યાદ્રી ગુફાઓ છે જે ચટ્ટાણોને કાપીને બનાવેલી ત્રણ ગુફાઓનો સમૂહ છે. એ પણ અહીંનું એક પ્રમુખ આકર્ષણ છે. જુન્નરના વિષયમાં એક રસપ્રદ વાત એ પણ છે કે અહીંના 500 વર્ગ કિ.મીના ક્ષેત્રની અંદર દિપડાની આબાદીનું ઘનત્વ સૌથી વધારે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શહેરને.

શિવનેરી કિલ્લો

શિવનેરી કિલ્લો

જુન્નરમાં આવેલા શિવનેરી કિલ્લા તરફ જતો રસ્તો

જુન્નર વિશાળનો કિલ્લો

જુન્નર વિશાળનો કિલ્લો

જુન્નરમાં આવેલો વિશાળ શિવનેરી કિલ્લો

લાંબો પથ

લાંબો પથ

શિવનેરી કિલ્લાનો લાંબો પથ

જુન્નર ગુફાઓ

જુન્નર ગુફાઓ

જુન્નરમાં આવેલી ગુફાઓ

English summary
One of the most popular destinations amongst domestic travellers, Junnar is situated in Pune District of Maharashtra. The city of Junnar is well known for its host of religious, historical and mythological attractions ranging from ancient temples to architecturally brilliant caves and forts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X