For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કેવી રીતે ઊજવવામાં આવી રહી છે નવરાત્રિ, જુઓ તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

આમ તો ભારતની ગણના વિશ્વના ગણ્યા-ગાઠ્યા દેશોમાં જ કરવામાં આવે છે, જ્યાં આપ ક્યારેય પણ ફરી શકો છો. અથવા તો એમ પણ કહી શકાય છે કે વર્ષના કોઇ પણ દિવસે કોઇપણ ઋતુમાં અહીં આવી શકાય છે. ભારતની યાત્રા આપના માટે હંમેશા સુખદ સાબિત થશે અને આપને તે યાદો આપી દેશે જેની કલ્પના કદાચ જ આપે કરી હશે. પરંતુ અમારી સલાહ છે કે આપ જો ભારતમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ તો, બને ત્યાં સુધી આપ ઓગષ્ટથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો પસંદ કરો.

અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ સમય દરમિયાન જે કંઇ પણ ભારતમાં જોશો તેનાથી આપ ખુશ-ખુશ થઇ જશો. ભારતમાં વર્ષના આ મહીના પ્રમુખ તહેવારોને સમર્પિત છે તો આ કારણે ભારતની આ સમય દરમિયાનની યાત્રા ખૂબ જ ખાસ બની જાય છે. જોકે ભારતવાસી નવરાત્રિ અને દુર્ગાપૂજાના રંગમાં ડૂબેલા છે તો આજે અમે આ લેખ દ્વારા આપને અવગત કરાવીશું કે ભારતમાં આયોજિત થનારી નવરાત્રિ કેવી હોય છે.

અત્રે નોંધનીય છે કે નવરાત્રિ ભારતના પ્રમુખ તહેવારોમાંથી એક છે જેનું આયોજન ભારતના તમામ રાજ્યોમાં ખૂબ જ ધૂમ-ધામથી કરવામાં આવે છે. આવો નવરાત્રિના પર્વને નિહાળીએ ખાસ તસવીરોમાં...

નવરાત્રિનો પ્રકાશ

નવરાત્રિનો પ્રકાશ

નવરાત્રિમાં કંઇક આ રીતે ઝગમગી ઊઠ્યું છે મુંબઇ.
ફોટો કર્ટસી - Stuti Sakhalkar

પ્રકાશમય બન્યું મંદિર

પ્રકાશમય બન્યું મંદિર

નવરાત્રિના અવસરમાં પ્રકાશથી જગમગી ઊઠ્યું મેંગલોરનું કુદ્રોલી મંદિર.
ફોટો કર્ટસી - Karunakar Rayker

મનમોહી લેનાર અનુષ્ઠાન

મનમોહી લેનાર અનુષ્ઠાન

નવરાત્રિના અવસર પર દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવતું 'ગોલૂ' એક એવું અનુષ્ઠાન છે જે કોઇનું પણ મન મોહી લે છે.
ફોટો કર્ટસી - Sunciti Sundaram

બાળકો માટે ઘણું બધું

બાળકો માટે ઘણું બધું

હંમેશા એવું જોવામાં આવ્યું છે કે બાળકો માટે નવરાત્રિનો પર્વ ખૂબ જ ખાસ હોય છે અને તેઓ આની આતુરતાથી રાહ જોતા હોય છે.
ફોટો કર્ટસી - Sheetal Saini

મન મોહી લેનાર કાર્યક્રમ

મન મોહી લેનાર કાર્યક્રમ

નવરાત્રિના ઉપલક્ષ્યમાં ગુજરાતમાં પોતાની પ્રસ્તુતિ આપતી મહિલાઓનું ગ્રૂપ.
ફોટો કર્ટસી - Anurag Agnihotri

નવરાત્રિમાં સજ્જ મૈસૂરનો મહેલ

નવરાત્રિમાં સજ્જ મૈસૂરનો મહેલ

નવરાત્રિ અને દશેરાના ઉપલક્ષમાં સજાવવામાં આવેલ મૈસૂરનું મહેલ.
ફોટો કર્ટસી - Ananth BS

રંગારંગ પ્રસ્તુતિ

રંગારંગ પ્રસ્તુતિ

નવરાત્રિના ઉપલક્ષમાં માતા દૂર્ગાની વેશભૂષામાં એક મહિલા.
ફોટો કર્ટસી - Narendra Modi

ડાંડિયા નૃત્ય

ડાંડિયા નૃત્ય

નવરાત્રિના અવસરે બેંગલોરમાં ડાંડિયા નૃત્ય કરતી મહિલાઓનું એક ગ્રૂપ.
ફોટો કર્ટસી - Nagarjun Kandukuru

માતા દૂર્ગાના પંડાલ

માતા દૂર્ગાના પંડાલ

કોલકતામાં દૂર્ગા પૂજાના પગલે સજેલા એક પંડાલમાં મા દૂર્ગાની એક પ્રતિમા.
ફોટો કર્ટસી - John Hoey

પવિત્ર માટીનો ગરબો

પવિત્ર માટીનો ગરબો

નવરાત્રિના સમયમાં ગુજરાતમાં માટીના ગરબાનું આગવું મહત્વ છે. કહેવામાં આવે છે કે આ ગરબાને માનવના શરીરને દર્શાવે છે અને તેની અંદરનો પ્રકાશ આત્માને.
ફોટો કર્ટસી - vaidyarupal

મનમોહ લેનાર સુંદરતા

મનમોહ લેનાર સુંદરતા

મેંગલોરની કુદરોલી મંદિરમાં સજેલ મા દૂર્ગાની મન મોહી લેનાર પ્રતિમા.
ફોટો કર્ટસી - Karunakar Rayker

પવિત્ર પુષ્પ

પવિત્ર પુષ્પ

નોંધનીય છે કે નવરાત્રિના સમયમાં ફૂલોના ભાવ આસમાને ચડી જાય છે.
ફોટો કર્ટસી - chiragndesai

પ્રસાદ

પ્રસાદ

કોઇ પણ પૂજામાં પ્રસાદનું આગવું મહત્વ હોય છે. ધર્મ અનુસાર પ્રસાદથી મનુષ્યને બીમારીઓ અને ચિંતાઓથી મુક્તિ મળે છે.
ફોટો કર્ટસી - Devika

સિંદૂર

સિંદૂર

ધર્મમાં હંમેશા સિંદૂરને મહત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે સિંદૂર વગર માતાનો શ્રૃંગાર અધૂરો છે.
ફોટો કર્ટસી - chiragndesai

English summary
Take a look at these best Navratri sights of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X