• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...

|
Google Oneindia Gujarati News

દેશના પશ્ચિમમાં વચેલું રાજ્ય ગુજરાત પોતાની સ્થળાકૃતિ અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે. આજે ગુજરાતની ગણતરી દેશના એ રાજ્યોમાં થાય છે જે છેલ્લા ઘણા વર્ષોથી દેશ ઉપરાંત વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત એ રાજ્ય છે જ્યાં સિંધુ ઘાટી સભ્યતાની શરૂઆત થઇ હતી. ગુજરાત હંમેશા ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક અને વ્યાપારનું કેન્દ્ર માનવામાં આવતું રહ્યું છે. આમતો આ સુંદર રાજ્યોમાં એવું ઘણું બધું છે જેના કારણે દર વર્ષે અત્રે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડે છે.

હવે અમે આપને જણાવીએ કે વન્યજીવનના ક્ષેત્રમાં પણ ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય જીવ અભયારણ્યોમાં 40થી વધારે પ્રાણીઓની પ્રજાતિઓને સંરક્ષણ આપે છે, જેમ કે દુર્લભ એશિયાઇ સિંહ, જંગલી ગધેડા, અને કૃષ્ણમૃગ. તો આજે આ જ ક્રમમાં અમે આપને આ લેખ દ્વારા અવગત કરાવીશું ગુજરાતના વન્યજીવનથી...

ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...

ભારતીય જંગલી ગધેડા અભયારણ્ય

ભારતીય જંગલી ગધેડા અભયારણ્ય

ગુજરાતના કચ્છના રણમાં આવેલું ગધેડા અભયારણ્ય ભારતનું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય છે. આ અભયારણ્ય 4954 કિમી ક્ષેત્રમાં ફેલાયેલું છે અને તેમાં વિભિન્ન પ્રજાતિના જંતુઓ અને પક્ષીઓ મળી આવે છે. જેમાં ભઆરતીય જંગલી ગધેડાઓની લુપ્ત થતી પ્રજાતીની સાથે સાથે ચિંકારા, કેરાકલ્સ અને એશિયાના વિશાળતમ નીલગાય જોવા મળે છે. અભયારણમાં તેમની સંખ્યા લગભગ 3000 છે અને આ જાનવર હંમેશા ટોળામાં જોવા મળે છે, ખાસ કરીને પ્રજનન કાળમાં.

ગિર રાષ્ટ્રીય ઉદ્યાન

ગિર રાષ્ટ્રીય ઉદ્યાન

ગિરનાર જંગલની નજીક છે ગિર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઇ સિંહો માટે આરક્ષિત છે. ગિર ઉદ્યાન એશિયાઇ સિંહોનું એક માત્ર ઘર છે. અત્રે સાત નદીઓ હિરણ, શેત્રુંજી, દતાર્દી, શિન્ગોડા, મછુન્દરી, ગોદાવરી અને રાવલ બારેમાસ વહ્યા કરે છે. એશિયાઇ સિંહ ઉપરાંત અત્રે જંગલી બિલાડીઓ, ભારતીય દીપડા, સ્લોથ ભાલૂ, ધારીદાર હાઇના, રતેલ્સ, ભારતીય કોબરા, સ્વર્ણ સિયાળ, ભારતીય પામ સિવેટ્સ, ભારતીય નોળીયા, અને ડેઝર્ટ બિલાડીઓ અને વિભિન્ન બિલાડીઓ જેમકે રસતેદ ડાઘવાળી બિલાડીઓ અત્રે આ જંગલમાં મળી આવે છે.

નારાયણ સરોવર અભયારણ્ય

નારાયણ સરોવર અભયારણ્ય

નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય એ અભયારણ્યોમાં સામેલ છે જેમાં વિભિન્ન પ્રજાતિઓની સાથે સાથે 15 લુપ્તપ્રાય પ્રજાતિઓ પણ મળી આવે છે. જોકે અહીં કઠોર વાતાવરણના અભ્યસ્ત જીવ જ રહી શકે છે માટે આ અભયારણ્યમાં કેટલાંક એવા પ્રાણીઓ અને જંતુઓ મળી આવે છે જે ખૂબ જ દૂર્લભ છે. આપ અત્રે દુર્લભ સ્તનપાઇયો જેવા કે જેમકે જંગલી બિલાડીથી લઇને મરૂસ્થલીય શિયાળ અને ચટ્ટાવાળા હરણથી લઇને જંગલી ભાલૂ સુધી જોઇ શકાય છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નિડર જાનવરના રૂપમાં નોંધાયેલા મધવાળા લકડબઘ્ઘા અહીં મળી આવે છે.

કચ્છ વન્યજીવ અભયારણ્ય

કચ્છ વન્યજીવ અભયારણ્ય

આ રણ અભયારણ્યમાં ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્ય છે. જેને વર્ષ 1986માં એક અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું, કરામાતી કચ્છના રણીય વન્યજીવ અભયારણ્યમાં સ્તનધારી વન્ય જીવો વિશાળ, વિવિધતા અને પક્ષિઓની દુર્લભ પ્રજાતિયો મળી આવે છે. કચ્છના વિશાળ રણમાં આવેલું આ સ્થળ મોસમી ખારા પાણીનું સૌથી મોટું સ્થાન છે, જ્યાં 0.5થી 1.5 મીટરના ઊંડાણ સુધી પાણી રહે છે. અને ઓક્ટોબર અને નવેમ્બરના મહિનાઓ દરમિયાન, અત્રે વરસાદનું પાણી સંપૂર્ણ રીતે સૂકાઇ જાય છે. ત્યારે અભયારણ્યનો આ સંપૂર્ણ વિસ્તાર રણમાં ફેરવાઇ જાય છે.

વરદા હિલ્સ વન્યજીવ અભયારણ્ય

વરદા હિલ્સ વન્યજીવ અભયારણ્ય

આ આકર્ષક વન્યજીવ અભયારણ્ય બે જિલ્લા પોરબંદર અને જામનગરના વિસ્તારમાં આવે છે. જોકે, અભયારણ્ય પોરબંદરથી માત્ર 15 કિમીના અંતરે આવેલું છે. માટે તે જામનગર કરતા પોરબંદરથી વધારે નજીક પડે છે. આ વિસ્તારને 1979માં એક અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ પહાડી વિસ્તારો, સમતલ મેદાનોવાળી ભૂમિ અને લીલા જંગલો અને કૃષિ ક્ષેત્રોથી ઘેરાયલ આકર્ષક જળ સ્રોતોથી ભરેલ એક ખૂબ જ સુંદર સ્થળ છે. અરબ સાગરથી 15 કિમીના અંતર પર સ્થિત આ વન, આ ક્ષેત્રની લાવણ્યતા વિસર્જનને રોકવા માટે એક ઢાલના રૂપમાં કાર્ય કરે છે. લુપ્તપ્રાય પશુ પક્ષી અને સરીસૃપોની સાથે સાથે આ અભયારણ્યમાં વરુ, દીપડો, રૈટલ, મગર, કેમેલિયન, સાપ, કલગી બાજ, ઇગલ અને સ્પાઇડ ઇગલ પણ જોવા મળે છે.

ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ

ગુજરાતના પોળોના જંગલોમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ

વધુ વાંચવા માટે ક્લિક કરો...વધુ વાંચવા માટે ક્લિક કરો...

English summary
Gujarat is famous for a lot of things including its wildlife. Take a look at the top 5 widlife sanctuaries of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X