પાક. અધિકૃત કાશ્મીરમાં આવેલું છે આ પ્રખ્યાત શારદા મંદિર

મિત્રો અમે આપના માટે એક નવા લેખ શ્રેણીની શરૂઆત કરી છે. જે હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે તેમજ પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના અમીટ વારસાનો પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.

આ શ્રેણી હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર, કટાસરાજ મંદિર અને હિંગળાજ મંદિરની, ગોરી મંદિર, હિંગળાજ માતાજીના મંદિર અંગે પરિચય કરાવી ચૂક્યા છીએ. આ શ્રેણીમાં અમે આપને આજે લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનની હદમાં આવેલા કાશ્મીરમાં આવેલા પ્રખ્યાત શારદા મંદિરના પ્રવાસે.

આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ શારદા મંદિરમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

કાશ્મીર ભારત અને પાકિસ્તાનની હદમાં વહેંચાયેલું છે, જોકે કાશ્મીરનો સૌથી મોટો ભાગ ભારતની હદમાં છે. પાકિસ્તાનની હદમાં આવેલું કાશ્મીર ભારતીય નિયંત્રણ રેખાથી માત્ર 17 માઇલ દૂર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શારદા નામનું ગામ આવેલું છે. આ ગામમાં શારદા મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મંદિરના અસ્તિત્વનો ઇતિહાસમાં કોઇ જ વર્ણન નથી. જોકે તેનું મહત્વ હિન્દુ મંદિરોમાં સૌથી વધારે થાય છે.

અત્રે નોંધનીય છે કે આ 52 શક્તિપીઠોમાં નહી પરંતુ 18 મહાશક્તિપીઠોમાંનું એક મંદિર છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે, આ મંદિરના માત્ર થોડા અવશેષો જ બચ્યા છે. દંતકથા ઉપરાંત સનાતન ધર્મ શાસ્ત્રના મુજબ ભગવાન શંકરે સતીના શબની સાથે જે તાંડવ કર્યું હતું તેમાં સતીનો જમણો હાથ અહીં જ શારદા ગામમાં પડ્યો હતો.

બીજી એક એવી પણ માન્યતા છે કે શૈવ સંપ્રદાયના જનક કહેવાતા શંકરાચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક રામાનુચાર્ય બંન્ને જ અત્રે આવ્યા હતા અને બંન્નેએ મહાન સિદ્ધીઓ મેળવી હતી. શંકરાચાર્ય અહી સર્વજ્ઞપીઠમ પર બેસ્યા તો રામાનુજાચાર્યે અહી પર શ્રી વિદ્યાનો અભ્યાસ પ્રચલિત કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબી ભાષાની ગુરૂમુખી લિપિનો ઉદગમ શારદા લિપિથી જ થાય છે.

શારદા મંદિરને જુઓ તસવીરો...

શારદા મંદિર, પાક અધિકૃત કાશ્મીર

શારદા મંદિર, પાક અધિકૃત કાશ્મીર

કાશ્મીર ભારત અને પાકિસ્તાનની હદમાં વહેંચાયેલું છે, પાકિસ્તાનની હદમાં આવેલું કાશ્મીર ભારતીય નિયંત્રણ રેખાથી માત્ર 17 માઇલ દૂર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શારદા નામનું ગામ આવેલું છે.

શારદા મંદિર

શારદા મંદિર

આ ગામમાં શારદા મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ મંદિરના અસ્તિત્વનો ઇતિહાસમાં કોઇ જ વર્ણન નથી. જોકે તેનું મહત્વ હિન્દુ મંદિરોમાં સૌથી વધારે થાય છે.

શારદા મંદિર, પાક અધિકૃત કાશ્મીર

શારદા મંદિર, પાક અધિકૃત કાશ્મીર

અત્રે નોંધનીય છે કે આ 52 શક્તિપીઠોમાં નહી પરંતુ 18 મહાશક્તિપીઠોમાંનું એક મંદિર છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે, આ મંદિરના માત્ર થોડા અવશેષો જ બચ્યા છે.

શારદા મંદિર

શારદા મંદિર

દંતકથા ઉપરાંત સનાતન ધર્મ શાસ્ત્રના મુજબ ભગવાન શંકરે સતીના શબની સાથે જે તાંડવ કર્યું હતું તેમાં સતીનો જમણો હાથ અહીં જ શારદા ગામમાં પડ્યો હતો.

જર્જરીત શારદા મંદિરની સૌથી જૂની તસવીર

જર્જરીત શારદા મંદિરની સૌથી જૂની તસવીર

બીજી એક એવી પણ માન્યતા છે કે શૈવ સંપ્રદાયના જનક કહેવાતા શંકરાચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક રામાનુચાર્ય બંન્ને જ અત્રે આવ્યા હતા અને બંન્નેએ મહાન સિદ્ધીઓ મેળવી હતી. શંકરાચાર્ય અહી સર્વજ્ઞપીઠમ પર બેસ્યા તો રામાનુજાચાર્યે અહી પર શ્રી વિદ્યાનો અભ્યાસ પ્રચલિત કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબી ભાષાની ગુરૂમુખી લિપિનો ઉદગમ શારદા લિપિથી જ થાય છે.

તસવીર: John Burke

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..

ગોપનાથ મહાદેવ મંદિર અને બીચની રમણીય તસવીરો..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X