For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ શહેરમાં વહે છે દૂધ જેવું સફેદ ઝરણું

|
Google Oneindia Gujarati News

પૂર્વનું સ્કોટલેન્ડ ગણાતુ શિલોંગ પૂર્વોત્તર ભારતનું એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. ગાઢ જંગલો, અનુપમ પ્રાકૃતિક છટા, વાદળોથી ઢંકાયેલા પર્વતો, ફૂલોની મધૂર મહેક, મિલનસાર લોકો અને ઔપનિવેશિક મહેમાન ગતિ ઉપરાંત એ સમયની નિશાનીઓ શિલોંગ પ્રવાસને ખાસ બનાવી દે છે. એક તરફ જ્યાં શિલોંગ હરીયાળીઓથી ઘેરાયલુ છે તો બીજી તરફ શહેરની દોડધામવાળી જિંદગી શિલોંગ પ્રવાસનને મહત્વની બનાવી દે છે.

પ્રકૃતિ શિલોંગ પર કંઇક વધારે જ મહેરબાન હોય તેવું લાગે છે. અહીંના સુંદર ઝરણા, મંત્રમુગ્ધ કરી મુકે તેવી ક્ષેત્રની પર્વતમાળા અને અનેક ગુપ્ત સ્થાન છે. અહીં સ્થિત શિલોંગ પીક, એલિફન્ટ ફોલ, સ્વીટફોલ, લેડી હૈદરી પાર્ક, વાર્ડ્સ ઝીલ અને પોલીસ બજાર જોયા વગર શિલોંગની યાત્રા અધૂરી બની રહેશે. આ ઉપરાંત દેશી સંસ્કૃતિને પોતાનામાં સમેટનાર ડોન બોસ્કો સેંટર મ્યુઝિયમ પણ અહીંનું એક રોચક દર્શનીય સ્થળ છે.

જનજાતીય રાજ્ય હોવાના કારણે મેઘાલયમાં ખાસી, જૈન્તિય અને ગારો નામની ત્રણ પ્રમુખ જનજાતિ નિવાસ કરે છે. પર્વતોમાં વસેલા શિલોંગમાં સૌથી વધુ આબાદી ખાસીની જ છે. એટલું જ નહીં, આ જનજાતિ પૂર્વીય ભારતની સૌથી જૂની જનજાતિઓમાની એક છે. ખાસીનો સંબંધ ઓસ્ટ્રો એશિયાટિક પરિવારથી છે અને તે મેટ્રોલિનીઅલ ફેમિલી સિસ્ટમનું અનુસરણ કરે છે. જે ભારતમાં ઘણી જ દુર્લભ છે. ખાસી જનજાતિના લોકો બાળકીના જન્મ પર જશ્ન મનાવે છે. તે માને છે કે, બાળકીઓ વંશને આગળ વધારે છે.

ખાસી સાથે એક રોચક પરંપરા જોડાયેલી છે. આ જનજાતિમાં દુલ્હો દુલ્હનના ઘરમા જઇને રહે છે. લગ્ન અને પુરખાઓની સંપત્તિ ઉપરાંત ઘરના અન્ય મામલાઓમાં નિર્ણય લેવાનો અધિકારમાં મામાની ભૂમિકા મહત્વની રહે છે.

શિલોંગ અવિભાજિત આસામની રાજધાની હતુ. પોતાના આનંદદાયક જલવાયુ અને પૂર્વીય બંગાળ(વર્તમાનનું બાંગ્લાદેશ) નજીક હોવાના કારણે શિલોંગ ઉત્તર-પૂર્વનું મનપસંદ હિલ સ્ટેશન હોવાની સાથે પ્રશાસનિક મુખ્યાલય પણ બની ગયું. પહેલા અહીં માત્ર ત્રણ ગામ જ હતા અંગ્રેજોએ આ નાના શહેરોને વસાવવા માટે ઘણું બધુ કર્યુ. અંગ્રેજોનું મહત્વપૂર્ણ પ્રશાસનિક કેન્દ્ર હોવાના કારણે આ હિલ સ્ટેશનમાં અનેક મિશેનિરઓ પણ આવી. તો ચાલો તસવીરોમાં જોઇએ પૂર્વના સ્કોટલેન્ડ શિલોંગને.

શિલોંગનો ગોલ્ફ કોર્સ

શિલોંગનો ગોલ્ફ કોર્સ

શિલોંગમાં આવેલા ગોલ્ફ કોર્સનું મેદાન

શિલોંગ પીક

શિલોંગ પીક

શિલોંગમાં આવેલા પીકની તસવીર

ગોલ્ફ કોર્સની સંધ્યા સમયની તસવીર

ગોલ્ફ કોર્સની સંધ્યા સમયની તસવીર

શિલોંગમાં આવેલા ગોલ્ફ કોર્સની સંધ્યા સમયે ખેંચાયેલી તસવીર

 એલિફન્ટ ફોલ્સ

એલિફન્ટ ફોલ્સ

શિલોંગમાં આવેલા સુંદર એલિફન્ટ ફોલ્સની તસવીર

શિલોંગની સુંદર તસવીર

શિલોંગની સુંદર તસવીર

સુંદર શહેર શિલોંગની એક સુંદર તસવીર

દૂધ જેવું સફેદ ઝરણુ

દૂધ જેવું સફેદ ઝરણુ

શિલોંગમાં આવેલા દૂધ જેવા સફેદ ઝરણા એલિફન્ટ ફોલ્સની તસવીર

શિલોંગ શહેરની તસવીર

શિલોંગ શહેરની તસવીર

આ તસવીર શિલોંગ શહેરની છે.

શિલોંગનો હાથી ફોલ્સ

શિલોંગનો હાથી ફોલ્સ

આ તસવીર શિલોંગમાં આવેલા હાથી ફોલ્સની છે.

સુંદર ઝરણુ

સુંદર ઝરણુ

શિલોંગમાં આવેલુ સુંદર ઝરણુ

 હાથી ફોલ્સનું ઝરણુ

હાથી ફોલ્સનું ઝરણુ

શિલોંગમાં આવેલા હાથી ફોલ્સનું ઝરણુ

English summary
Shillong, the ‘Scotland of the East’, is undoubtedly one of the most famous tourist destinations in the north-eastern region. Lush green fields, picturesque landscapes, clouds resting on high mountains, sweet smelling flowers, a place out of books, amicable people and a tinge of colonial hospitality and influence that is what Shillong is all about. If there is greenery all around, there is bustling city life in the heart of the town making Shillong tourism vibrant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X